સાચા લાભાર્થીઓના કાગળોમાં અધુરાશ બતાવીને બાકાત કરાયા
અબતક, વારિશ પટ્ટણી, ભૂજ
ભૂજમાં 150 જેટલા પરીવારો 2001માં આવેલ ભયાનક ભુકંપથી રહીએ છીએ. સરકાર દ્વારા મકાન બાંધી આપવા માટે સંસ્થાને કામગીરી સોંપવામાં આવ્યું હતું.
પરંતુ 150 જેટલા પરીવારો હજુ પણ ફાઇબરવાળા મકાનમાં રહીએ છીએ. અમારી પાસે તમામ પુરાવા હોવા છતાં હજુ સુધી અમોને મકાન આપવામાં આવેલ નથી. આ વિસ્તારમાં બાવળની ઝાડીઓ હોવાથી જીવજંતુનો પણ ઉપદ્રવ્ય વધારે રહે છે તો જ્યારે 2014માં 156 હરાજીથી પાસ થયેલ હતા અને જે મકાનો જેને જરૂર ન હોતા તેમને આપવામાં આવેલ અને સાચા લાભાર્થીઓના કાગળોમાં અધુરાશ બતાવીને બાકાત કરી નાખવામાં આવ્યા અને આ બાબતે જે તે સમયે લેખીતમાં રજૂઆતો કલેક્ટર તથા ચીફ ઓફિસરને રજૂઆતો કરેલ હતી. તો તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા અમારા 150 જેટલા પરીવારોની માંગણીઓ છે અમો લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે. પરંતુ કોઇ ધ્યાન આપતુ નથી. જે આ બાબતે તાત્કાલીક યોગ્ય નિર્ણય નહી આવે તો અમો આગામી ચુંટણીનો બહીષ્કાર કરશું.