કામ, નોકરી, માનસીક તણાવને લઇને ઘણી વખત લોકો ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. પહેલા એવું હતું કે ડિપ્રેશનમાં કોઇ વ્યક્તિ હોય તો તે પોતાની બિમારીને છુપાવતા હતા પરંતુ આજના યુગમાં ડિપ્રેશન જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેમ ગામમાં કહેતા ફરે છે હવે ખબર કેવી રીતે પડશે કે તમે ડિપ્રેશનમાં છો કે નહિ તો તે જાણવા કોઇ ડોક્ટર પાસે જવાની જરૂર નથી પરંતુ ગુગલ પાસે વધારે જલ્દી જ આવી જશે કે ડિપ્રેશનને સર્ચ કરવા વાળા પાસેથી ગુગલ અમુક સવાલ પૂછી તમને જણાવશે કે તમે ડિપ્રેશનમાં છો કે નહિં.
જેના માટે ગુગલને અમેરિકામાં નેશનલ અલાયન્સ આન મેંટલ ઇલનેસ સાથે કરાર કર્યા છે. આ પ્રોજેક્ટ શરુઆતમાં માત્ર અમેરિકાના ગ્રાહકો માટે હશે જેને હાલ પેશેંટ કવેશ્ર્વનીયર કહેવાઇ રહ્યુ છે. જેમાં કુલ ૯ સવાલ હશે જેનું નામ ‘પીએચક્યુ’ આપવામાં આવ્યું છે .જેમાં તમારી રુચી, રસ કઇ વાતમાં જણવાઇ રહે છે તો ક્યારેક ટકી રહે છે આ પ્રકારના સવાલ પુછવામાં આવશે. તો એવું નથી કે ગુગલ ડોક્ટરની જગ્યા લઇ લેશે પરંતુ સલાહ સુચનમાં મદદ‚આપશે . જો કે સાયકોથેરાપિસ્ટ ડોક્ટરોને આ આઇડિયા બેકાર લાગી રહ્યો છે.