૨૦૧૭-૧૮માં રિટર્ન ફાઈલીંગ ૬૭.૫ મિલીયન રહ્યું હતું જે ૨૦૧૮-૧૯માં ૬૬.૮ મિલીયન રહેવા પામ્યું છે
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઈન્કમ ટેકસ રીટર્ન ફાઈલીંગમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે અનેકવિધ કારણો ટેકસ રીટર્ન ફાઈલીંગને લઈ માનવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર ભારતમાં મંદીનો માહોલ હોવાનાં કારણે સૌપ્રથમ વખત વર્ષ ૨૦૧૮-૧૯માં ઘટાડો જોવા મળ્યો છે. કોટક સિકયોરીટીનાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૬.૮ મિલીયન રીટર્ન ભરવામાં આવ્યા હતા જે ગત નાણાકીય વર્ષમાં ૬૭.૫ મિલીયન રીટર્ન રહેવા પામ્યું હતું.
નોટબંધી બાદની કયાંકને કયાંક આ અસર હોવાનું સામે આવ્યું છે છતાં ટેકસ બેઈઝમાં વધારો થતા રીટર્ન ફાઈલીંગમાં પણ ઘટાડો થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એક ટકાનાં ઘટાડાની સાથે ભારતની અર્થતંત્રને કોઈપણ માઠી અસર નહીં પડે પરંતુ લોકો વધુને વધુ રીટર્ન ફાઈલ કરે તેવું થવું અનિવાર્ય બની રહ્યું છે.
ત્યારે એવી પણ વાત સામે આવે છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં નવી સરકારનું ગઠન થતાં રીટર્ન ફાઈલીંગમાં પણ વધારો થાય તો નવાઈ નહીં. સરકાર ટેકસ બેઈઝને વિસ્તૃત કરવા માટેનાં પણ અનેકવિધ પ્રયત્નો કરી રહી છે. જેથી રીટર્ન ફાઈલીંગમાં વધારો જોવા મળે છે. નોટબંધી, જીએસટી જેવા જટીલ નિર્ણયો બાદ કયાંકને કયાંક ઘટાડો થયા હોવાની પણ સંભાવના દેખાઈ છે પરંતુ એક ટકાનો ઘટાડો તેવી કોઈ માઠી અસર ભારતનાં અર્થતંત્ર પર નહીં પાડે તે વાત પણ નકકર અને સાચી છે.