કર્ણાટક હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
અનેકવિધ વખત જયારે કંપની પોતાનો હિસ્સો કે કંપની આખી વેચાતી હોય ત્યારે મળેલા નફાને તે શોર્ટ ટર્મ ગણવામાં આવતું હોય છે પરંતુ ખરાઅર્થમાં વેચાયેલી કંપનીમાં જે અદ્રશ્ય મિલકતો જેવી કે ગુડ વીલ, ટ્રેડ માર્ક હોવાના કારણે તે નફો શોર્ટ ટર્મ નહીં પરંતુ લોંગ ટર્મ ગણવામાં આવે છે. આવો જ એક કિસ્સો રાજકોટ ખાતે ઘટિત થયો હતો જેમાં બાન લેબ કંપનીએ તેની સેસા બ્રાન્ડ ૧૪૦૦ કરોડ રૂપિયામાં વહેંચી હતી પરંતુ તે નફાને શોર્ટ ટર્મ ગણી તેના પરનો કર પણ ભરવામાં આવ્યો હતો પરંતુ ખરાઅર્થમાં વેચાણ સમયે જે અદ્રશ્ય મિલકતો માટેનો જે નફો એકત્રિત થયો હોય તેને શોર્ટ ટર્મ નહીં પરંતુ લોંગ ટર્મમાં ગણવામાં આવે છે. કર્ણાટક હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, જે કંપનીનું પુન:ગઠન કરવામાં આવે તે સમયે અદ્રશ્ય મિલકત જેવી કે ગુડ વીલ અને ટ્રેડ માર્ક ઉપર ઘસારાની માંગ કરી શકાશે. અત્યાર સુધી ભાગીદારી પેઢી ધરાવતી કંપની અદ્રશ્ય મિલકતો ઉપર ડેપ્રીશીયેશનની માંગ કરી શકતી હતી પરંતુ હવે કંપની પણ આ અંગે માંગ કરી શકશે.
કર વિભાગ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઘણીખરી કંપનીઓ તેની પેટાકંપનીઓમાં રિસ્ટ્રકચરીંગની કામગીરી હાથ ધરતી હોય છે અને સ્ક્રુટીની અર્થે કાર્ય પણ કરે છે. કંપની દ્વારા લેવામાં આવતા આ પગલાથી ઘણીખરી વખત ભરવાપાત્ર જે કર હોય તેમાં પણ જે કંપની છુટી જતી હોય છે. કર વિભાગનું માનવું છે કે રિસ્ટ્રકચરીંગ કરવાની કામગીરી માત્રને માત્ર કર ન ભરવા માટે જ કરવામાં આવે છે અને પોતાની પેટાકંપની સાથે મર્જ કરી કૃત્રિમ ગુડ વ્હીલ ઉભી કરાઈ છે જેથી તેઓને ઓછો કર ભરવો પડે. એકાઉન્ટીંગના નિયમો મુજબ ગુડ વ્હીલ અદ્રશ્ય સંપતિ માનવામાં આવે છે અને તે કંપનીના મર્જર અથવા એકવીઝીશન સમયે અદ્રશ્ય મિલકતો ઉપર ઘસારો પણ લાગી શકે છે. કંપનીનું નાણાકિય વિભાગ હરહંમેશ કંપનીને કેવી રીતે ઓછો કર ભરવો પડે તે માટે ગુડ વ્હીલ ઉભી કરવા માટે કામગીરી હાથ ધરતું હોય છે. સાથોસાથ કરવિભાગ દ્વારા આ તમામ પ્રકારની કંપનીઓ કે જે મર્જર જેવી કામગીરી કરતી હોય તેઓએ ચોપડા પર તેની ગુડ વ્હીલની પણ આકારણી કરવી પડે છે. હાલ જે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી કંપનીને ઘણોખરો ફાયદો પહોંચશે. સાથો સાથ વેચાણ સમય દરમિયાન જે કરની મોટી રકમ ભરવાપાત્ર હોય તેમાં પણ તેઓએ અનેકઅંશે રાહત પણ મળશે. મુખ્યત્વે જે કંપની વેચાઈ ગઈ હોય ત્યારે હવે કંપનીના પ્રમોટરો અને ડિરેકટરો ગુડ વ્હીલનું પણ મુલ્યાંકન કરી તેનો ઘસારો નોંધાવશે જેથી તેઓને કર ભરવામાં પણ અનેકઅંશે રાહત મળી રહે પરંતુ બીજુ ચિત્ર એ પણ સામે આવે છે કે ઓછો કર ભરવા માટે કંપનીઓ અનેકવિધ વખત કૃત્રિમ ગુડ વ્હીલ ઉભી કરે છે જેથી તેઓને કર ભરવો ન પડે પરંતુ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદામાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે રીસ્ટ્રકચરીંગ એટલે કે પુન:ગઠન દરમિયાન જે અદ્રશ્ય મિલકતો છે તેનું પુન:મુલ્યાંકન કરવામાં આવેલું હોય તેના માટે કંપની ઘસારા અંગે માંગ કરી શકે છે.