આજની ઘડી તે રળીયામણી, મારો વ્હાલો આવ્યાની વધામણી રે…

કલાકાર સુધીર પટેલના કંઠે કીર્તનો-ભજનોની મોજ

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોની અતિપ્રિય શ્રેણી ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબજ સારા પરંતુ અપ્રચલિત કલાકારોને પોતાની કા છેવાળાના લોકો સુધી પહોચાહવા માટેનું પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઈએ’ શ્રેણીમાં આજે રજૂ થનાર કલાકાર સુધીર પટેલ કે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી ભાગવત કથામાં ક્રિશ્ર્ન કિર્તનો ઉપરાંત સંતવાણી-ડાયરોના કાર્યક્રમો દ્વારા પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કરે છે.

ગુરૂ અરવિંદભાઈ વ્યાસ તથા અનવર હાજી પાસેથી સંગીતની તાલિમ લીધી છે.

તેઓએ ગાયનમાં સંગીત વિશારદ, સુધીનો અભ્યાસ કરી સંગીત યાત્રશને આગળ ધપાવી રહ્યા છે. તેઓએ દુબઈ, સીંગાપૂર વગેરે સ્થળોએ પોતાના કાર્યક્રમો દ્વારા ત્યાં વસતા કલા પ્રેમિ ગુજરાતીઓમાં પોતાનું અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સુધીર પટેલે પ્રસિધ્ધ કલાકારો કનકેશ્ર્વરી દેવીજી, દર્શન બાવા, જય વલ્લભ બાવા સાથે ભાગવત કથામાં જોડાઈને ભાવીકોમાં પણ ચાહના મેળવી છે. તો આજે સાંજે ભજન-કિર્તનની મોજ માણવા અચૂક નિહાળીએ ‘ચાલને જીવી લઈએ’

કલાકારો

કલાકાર: સુધીર પટેલ

ડીરેકટર-એન્કર: પ્રિત ગોસ્વામી

તબલા: મહેશ ત્રિવેદી

પેડ: કેયુર બુધ્ધદેવ

કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા

આજે પ્રસ્તુત થનાર ભજનો અને શ્રીનાથજી કિર્તન

* મન લાગો મેરો યાર ફકીરી મે….

* આતમ્ને ઓળખ્યા વિના રે…

* કાનુડો શું જાણે મારી પ્રિત…

* આજની ઘડીતે રળીયામણી…

* છેલડા હો છેલડા…

* તાલી પાડોતો મારા રામની રે…

* ચાર પૈડાનો રથ…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.