- પાટડી બન્યું સોનાની હાટડી
પાટડી સ્થિત ઉદાસી આશ્રમના સાનિધ્યમાં શિવકથા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિવકથાના અંતિમ દિવસ નિમિતે ભવ્ય સંતવાણી- ડાયરા નું આયોજન કરવામાં હતું, સંતવાણીનું મહત્વ ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં ખૂબ જ છે. તે માત્ર સંગીત કે ભક્તિ ગીતો નથી, પરંતુ તે જ્ઞાન, અનુભવ અને આધ્યાત્મિકતાનો સમન્વય છે. આ ઉપરાંત ડાયરો એ ગુજરાતની લોક સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ અંગ છે. તે માત્ર એક સંગીત કાર્યક્રમ નથી, પરંતુ તે લોકવાર્તાઓ, લોકગીતો, ભક્તિગીતો અને સામાજિક સંદેશાઓનું મિશ્રણ છે, ડાયરો એ માત્ર એક સંગીત કાર્યક્રમ નથી, પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક અભિન્ન ભાગ છે. તેથી પાટડીધામે ભવ્ય અને દિવ્ય સંતવાણી તેમજ ડાયરામાં જાણીતા કલાકારો દેવરાજભાઈ ગઢવી, બીરજુ બારોટ, હકાભા ગઢવી, હાસ્ય કલાકાર ગોપાલ સાધુ ,સાગરદાન ગઢવી, જયમંત દવે ,રવિન્દ્ર સોલંકી ,બ્રીજરાજદાન ગઢવી , ગમન સાંથલ જીગ્નેશ બારોટ ,વિજય સુવાળા, ઉદય ધાંધલ ,મેરુ રબારી, રમેશ દાન ગઢવી સહિતના નામી -અનામી કલાકારો કલા પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમમાં લોકગીતો, ભજનો અને લોકવાર્તાઓનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. કિર્તીદાન ગઢવી જેવા જાણીતા કલાકારોએ પણ પોતાના સૂર રેલાવ્યા હતા,આ ઉપરાંત, ગુજરાતના અન્ય જાણીતા લોકગાયકો અને સંતોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલાકારોએ તેમની સુંદર કળાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લોકડાયરાઓ માત્ર મનોરંજન જ નહીં પરંતુ સંસ્કૃતિ, પરંપરાઓ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખવાનું કામ કરે છે. પાટડીમાં સંતવાણી લોક ડાયરાની જમાવટ જામી હતી સાધુ- સંતો ભાવિકો તેમજ રાજકીય -સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, ભજનો અને ભક્તિગીતો દ્વારા આધ્યાત્મિક વાતાવરણ બન્યું હતું અને કહેવત અનુસાર “પાટડી સોનાની હાટડી” બન્યું હતું.