Abtak Media Google News

ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતા આજે સવારથી 52 તાલુકાઓમાં વરસાદ વરસ્યો: સૌથી વધુ વડોદરાના ડેસરમાં બે ઇંચ જ્યારે પંચમહાલના કલોલમાં અને સાવલીમાં દોઢ ઇંચ વરસાદ: જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાં સામાન્યથી લઇ અડધો ઇંચ વરસાદ વરસ્યો: આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સામાન્યથી લઇ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ધીમેધીમે ચોમાસુ સક્રિય થતા ચાતક નજરે રાહ જોઇ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી છે. છેલ્લા બે દિવસથી નવસારી-વલસાડ વચ્ચે અટકી ગયેલા ચોમાસાએ સક્રિય થઇ ધીમેધીમે રાજ્યના અન્ય ભાગો તરફ આગળ વધતા એક ડઝન જેટલા જિલ્લાઓમાં ઓછાવત્તા અંશે વરસાદ નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્રના ભાગો પર ચોમાસુ સક્રિય થયું હોવાનું હવામાન ખાતાએ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં જાણે મેઘરાજાએ જમાવટ કરી હોય તેમ 153 તાલુકાઓમાં સામાન્યથી લઇ ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આજે સવારથી રાજ્યના 52 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. રાજ્યના 100 જેટલા તાલુકા તો એવા છે કે જેમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અન્ય 60 તાલુકા એવા છે જેમાં 10 મીમી કે તેનાથી ઓછો વરસાદ પડ્યો હતો. આજે પણ રાજ્યભરમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તો નવાઇ નહીં. હવામાન ખાતાના વર્તારા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ તેની ઉપર ઝારખંડ સુધીનો ટર્ફ હોવાથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. તેની અસરના કારણે છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં આજે દિવસ દરમિયાન મધ્યથી ભારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અમદાવાદમાં પણ ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં બાદ અમૂક જગ્યાએ સારો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન વાદળર્છાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય ભેજને કારણે લોકો પરશેવાથી પરેશાન થઇ ગયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. જો કે, 28 જૂનથી ચોમાસાના મધ્ય અને ભારે વરસાદની શક્યતા છે. ખાસ તો અમદાવાદ અને ગાંધીનગરના લોકોને સપ્તાહના અંતમાં સારો વરસાદ માણવાનો આનંદ મળી શકે છે.

બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જામનગર જિલ્લામાં અઢી ઇંચ વરસાદ તો દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, કચ્છ, પોરબંદરમાં હળવા ઝાપટાંથી લઇ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં રવિવારે બપોર પછી વરસાદ શરૂ થયા બાદ વરસાદી આવજાઉં રહી હતી અને સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેર તેમજ જિલ્લામાં ઝાપટાંથી લઇ દોઢ ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે. આજે સવારથી પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ બન્યો છે. વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

25 જૂને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી.26 જૂને પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને

દીવમાં હળવેથી મધ્ય વરસાદની આગાહી.27 જૂને નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ અને 28 જૂને ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ, ગાંધીનગરમાં મધરાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં મધરાત્રે કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. તેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે, ભારે વરસાદને પગલે ગરમીમાંથી લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. અમદાવાદ પૂર્વ અને પશ્ર્ચિમ બંને સેક્ટરમાં ભારે વરસાદ પડ્યો હતો. નરોડા, ઓધવ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, મણીનગર, રામોલ તેમજ પશ્ર્ચિમમાં સેટેલાઇટ, સોલા, વેજલપુર, ઘાટલોડીયા, નવરંગપુરા, આશ્રમ રોડ, રાણીપ અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ગરમીમાંથી લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

દ્વારકા, જામનગર સહિત પાંચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરત, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા ઉપરાંત પોરબંદરમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.