ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ ઉત્તરપ્રદેશ પર વેલમાર્ક લો-પ્રેશરના કારણે બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
પોસીના, સતલાસાણામાં ૬ ઈંચ, હારીજ, ખેડબ્રહ્મામાં ૫ ઈંચ, દાંતા, સિધ્ધપુર, અમીરગઢ, ઉંઝામાં ૪ ઈંચ, કોટડા સાંગાણી,ઈડણ, પાલનપુર, ભિલોડા અને મોડાસામાં ૩ ઈંચ વરસાદ: રાજકોટમાં પણ ૧॥ ઈંચ ખાબકયો: સૌરાષ્ટ્રમાં સવારી મેઘાવી માહોલ
સવારી રાજ્યના ૭૭ તાલુકાઓમાં વરસાદ: દક્ષિણ ગુજરાતમાં અનેક નદીઓ ભયજનક સપાટીએ
ચોમાસાની સીઝનમાં ધોરી ગણાતો એવો અષાઢ માસ કોરો ગયા બાદ શ્રાવણમાં રાજ્યમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી છે અને વરસાદની ઘટ સંપૂર્ણપણે પુર્ણ કરી દીધી છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની સો જોડાયેલા દક્ષિણ ઉત્તરપ્રદેશ પર વેલમાર્ક લોપ્રેસર સર્જાયું હોવાના કારણે રાજ્યમાં ગુરૂવારે મેઘમહેર ઉતરી હતી. રાજ્યના ૩૩ જિલ્લાના ૧૯૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યા બાદ આજે સવારી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે અને સવારી રાજ્યના ૭૭ તાલુકામાં મેઘકૃપા વરસી રહી છે. બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારેી અતિ ભારે અને સૌરાષ્ટ્રમાં હળવાદથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ જિલ્લામાં બેથી પાંચ સુધી વરસાદ વરસી શકે છે. સતત વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક નદીઓ ભયજનક સપાટીએ પહોંચી જવા પામી છે. ગુરૂવારે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી હતી. કોટડા સાંગાણીમાં ૩ ઈંચ તો રાજકોટમાં ૧॥ ઈંચ વરસાદી વરસી ગયો હતો.
ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશમાં વેલમાર્ક લો-પ્રેસરના કારણે ગઈકાલથી રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. આજે સવારે પુરા તા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૨૩ જિલ્લાના ૧૯૧ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજ સુધીમાં રાજ્યમાં ૮૬.૪૫ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. ગઈકાલે સાબરકાંઠાના ઓસીનામાં ૬ ઈંચ, મહેસાણાના સાતલસાણામાં ૬ ઈંચ, પાટણના હારીઝમાં ૫ ઈંચ, ખેડબ્રહ્મામાં ૫ ઈંચ, દાતા, સિધ્ધપુર, અમીરગઢમાં ૪ ઈંચ, રાજકોટના કોટડા સાંગાણી, ઈડણ, પાલનગર, મોડાસા અને ઉંઝામાં ૩ ઈંચ જ્યારે વડગામ, વિજયનગર, માલપુર, હિમ્મતનગર, મેઘરજ, ડિસા, દાંતીવાડા, વડનગરમાં ૨॥ ઈંચ, વડાલથી, સામી, પાટણ, લખાણી, ખેરાલુ, છોટાઉદેપુર, ખાનપુર, ધનેરા, સાખબારા, સરસ્વતી, ચાણસમા, વિસનગરમાં ૨ ઈંચ વરસાદ પડયો છે. આજે સવારી રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ૭૭ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે ૬ થી લઈ ૮ વાગ્યા સુધી ૨ કલાકના સમયગાળામાં બનાસકાંઠાના દિયોદર અને મહેસાણા, બહુચરાજીમાં ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માંગરોળમાં ॥ ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, ગીર-સોમના, રાજકોટમાં સવારી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સવારી સર્વત્ર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વેલમાર્ક લો-પ્રેસરની અસરના કારણે બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સાંજ સુધીમાં આ વેલમાર્ક લોપ્રેસર નબળુ પડી વિખેરાઈ જશે. આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યભરમાં મેઘવિરામ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૮૬.૪૫ ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં કચ્છમાં ૧૦૨.૦૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૪.૨૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૧.૭૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૩૭ ટકા વરસાદ પડયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોએ જણાવ્યું છે.
ન્યારી-૧ ડેમનો ૧ દરવાજો હજુ ૩ ઈંચ સુધી ખુલ્લો: ભાદર સહિતના ૮ ડેમમાં પાણીની આવક
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે પડેલા છુટા છવાયેલા વરસાદમાં ભાદર સહિત ૮ જળાશયોમાં પાણીની આવક વા પામી છે. કોટડા સાંગાણીમાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી-૧ ડેમમાં પાણીની ધોધમાર આવક થવા પામી છે. જો કે સિંચાઈ વિભાગના નિયમ અનુસાર રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજી ડેમનો ૧ દરવાજો ખોલવામાં આવ્યો હતો. આજે સવારે પણ ડેમનો ૧ દરવાજો ૩ ઈંચ સુધી ખુલ્લો છે અને ૧૪૮ કયુસેક પાણીની જાવક થઈ રહી છે. સિંચાઈ વિભાગના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૨૬ ફૂટ પાણી આવ્યું છે. ૩૪ ફૂટે ઓવરફલો તથા ભાદરની સપાટી હાલ ૨૪.૬૦ ફૂટ પહોંચી જવા પામી છે. આજી ૧ ડેમમાં પણ નવું ૦.૫૬ ફૂટ પાણી આવતા ડેમની સપાટી ૨૪.૩૦ ફૂટે પહોંચી છે. આજી-૧ ઓવરફલો થવા માટે હવે માત્ર ૪.૭૦ ફૂટ બાકી રહ્યો છે. ગોંડલથીમાં નવું ૨.૪૬ ફૂટ, વાછપરીમાં ૩.૦૮ ફૂટ, ફાડદંગ બેટીમાં ૦.૪૯ ફૂટ, ઈશ્વરીયામાં ૦.૩૩ ફૂટ, કરમાણમાં ૦.૬૬ ફૂટ જ્યારે મચ્છુ-૩ ડેમમાં ૨ ફૂટ પાણીની આવક થવા પામી છે. રાજકોટના ન્યારી-૧ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાના કારણે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ગઈકાલે સાંજી ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. આજે સવારે પણ ડેમનો એક દરવાજો હજુ ૩ ઈંચ ખુલ્લો છે અને ૧૪૮ કયુસેક પાણીની જાવક થઈ રહી છે.