શહેરની પ્લાનેટ કરાટે એકેડેમીના ખેલાડીઓએ 27 ગોલ્ડ, 14 સિલ્વર તથા 33 બ્રોન્ઝ મેડળ હાંસલ કર્યા
તાજેતરમાં ઉદયપુર (રાજસ્થાન) ખાતે કરાટે અને સ્પોટર્સ એસોસિએશન દ્વારા નેશનલ કરાટે સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં આશરે 250 જેટલા વિદ્યાર્થીઓએ અલગ – અલગ રાજયોમાંથી ભાગ લીધો હતો જેમાં રાજકોટના પ્લાનેટ કરાટે એકેડેમીના 57 ખેલાડીઓએ કાતા અને કુમિતેમાં ભાગ લીધો હતો જેમાંથી 27 ગોલ્ડ મેડલ, 14 સિલ્વર મેડલ અને 33 બ્રોન્ઝ મેડલ અલગ અલગ એજ કેટેગરીમાં જીત્યા હતા.
પરવાડીયા નિયતી, અમૃતિયા ક્રિસ્ટી, યાદવ ભવ્યા, ઠક્કર હીર, પીઠવા કાવ્યા, મકવાણા ક્રિષ્ના, કાલરીયા વિની, જેઠવા રિયા, પરમાર અક્ષ, મેર વેદાંત, ચિત્રોડા ધ્યાન, ગઢીયા પેરિન, સાકરીયા મંથન, ગોહેલ વિવાન, શર્મા અભિનવ, પંચાસરા વિરેન, મારકણા જીતએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
તેમજ સંઘવી ક્રિતા, પરમાર વંદના, પાનેલિયા રિયા, બોરડીયા શ્રૃમિ, પીઠવા સુકિર્તી , ઝાલા રાહી, કલ્યાણી વિક્રમ, રાવલ મન, પરમાર દિવ્યરાજ, મારકણા જય, રાઠોડ પ્રત્યેક, મકવાણા દિક્ષીત, જાડેજા હેમઆદિત્ય, વેકરીયા મનએ સિલ્વર મોડળ તેમજ
ગોહિલ દિવ્યતેજ , ડોબરીયા ખુશીલ, પોંકીયા ઉત્સવ, કાપડીયા તન્મય, વાળા ધ્યેયરાજ, નૈયર અદ્ભુત, કોબિયા ઉત્તમ, ધોરાજીયા હિર, કાલસરીયા ઝાંખી, વ્યાસ ચાર્મી, સંઘવી ક્રિયા, ભીમજીયાણી કાવ્યા , પટેલ દ્રિશી , બુસા રોશની , પટેલ હિર , ઠક્કર રીયા, ભાલોડીયા મિશ્રી, ભંડેરી પ્રયાગએ બ્રોન્ઝ મેડળ મેળવ્યો હતો.
આ બધા જ ખેલાડીઓ છેલ્લા 2-3 વર્ષથી પ્લાનેટ કરાટે એકેડેમીમાં કરાટે કોચ સચીન આર . ચૌહાણ પાસેથી તાલિમ લઈ રહ્યા છે અને આ સિધ્ધી મેળવવા બદલ પુરા રાજકોટ જીલ્લામાંથી ખુબ ખુબ અભિનંદનની વર્ષા થઈ રહી છે.
આ બધા જ ખેલાડીઓ આવનાર ઈન્ટરનેશનલ કરાટે સ્પર્ધા જે વિશાખાપટ્ટનમ ( આંધ પ્રદેશ ) ખાતે યોજાવાની છે તેમાં ભાગ લેવા માટે જશે.