ધૂળેટી જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે ત્યારે રાજકોટમાં મોટેલ ધ વિલેજ ખાતે ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. જેમાં નાના મોટા સૌ કોઇએ એક બીજાને રંગો લગાવી ધૂળેટીની ઉજવપી કરી હતી.
મોટેલ ધી વિલેજમાં ઇક્રોફેન્ડલી કલર નાના બાળકો માટે ટેટુ આર્ટીસ્ટ, બ્લૂન ફાઇટ શુટર સહીત સ્વાદિષ્ટ ભોજન પણ આપવામાં આવ્યુઁ હતું.
રંટલા રાજકોટના લોકોએ ભરપુર આનંદ માણ્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન મોટેલ ધ વિલેજના મેનેજર શ્યામભાઇએ જણાવ્યું હતું કે અમે છેલ્લા પાંચ વર્ષથી ધૂળેટીનું ભવ્ય આયોજન કરતા આવીએ છીએ. અમને રંગીલા રાજકોટના લોકોનો ખુબ જ સપોર્ટ મળ્યો છે. દર વર્ષે અમે મડ પુલ, ઇકોફ્રેન્ડલી કલર નાના બાળકો માટે ટેટુ આટીસ્ટ, બ્લૂન ફાઇટ શુટર, ઓગેનીક કલર સાથે સ્વાદિષ્ટ જમવાનું પણ આપવામાં આવે છે. એમટીવી ખાતે ત્રણસોથી વધુ લોકો ધૂળેટીની મજા માણવા આવી પહોચ્યા છે.એમટીવી ખાતે દર વર્ષે અનેરો માહોલ સર્જતો હોય છે ત્યારે નાના બાળકોથી લઇ સૌ કોઇ રંગબેરંગી કલર, પાણીથી ધૂળેટી રમી તહેવારની મોજ માણી રહ્યા છે.