ઓઇલ એન્ડ ગેસ, ઓટોમેટિવ, ફૂડ તેમજ કેમિકલમાં લેવાલીનો માહોલ

શેરબજાર સતત બીજા દિવસે પણ તેજી જોવા મળતા રોકાણકારોને રાહત થઇ છે. છેલ્લા પાંચ મહિનાથી કોરોના મહામારીના કારણે શેરબજારમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સમયગાળા દરમિયાન શેરબજારમાં ઐતિહાસિક ઉતાર ચઢાવ નોંધાયા હતા, ત્યારે ગઈકાલે ૬૦૦ પોઇન્ટ ઉછાળા બાદ આજે પણ સેન્સેક્સમાં ૩૨૦ પોઇન્ટ જેટલો વધારો જોવા મળતાં રોકાણકારો ખુશ થઈ ગયા હતા.

આ લખાય છે ત્યારે, સેન્સેક્સ ૨૭૧ પોઇન્ટ ઉછળીને ૩૯૮૪૪.૪૮ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. ટાઈટન, રિલાયન્સ, ઓએનજીસી, મારુતિ સુજીકી, અલ્ટ્રાટેકસિમેન્ટ સહિતના શેરમાં આજે ૧.૧૬ ટકાથી લઈ ૪.૪૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

આજે ઓઇલ એન્ડ ગેસ, ઓટોમેટિવ,  ફૂડ તેમજ કેમિકલમાં લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો. બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ, ઇન્ફોસીસ અને ટેક મહિન્દ્રા સહિતની કંપનીઓના શેરમાં ભારે કડાકા પણ બોલી ગયા હતા. આજે નિફટી ૫૦માં પણ લેવાલી અને આંતરાષ્ટ્રીય અસરના કારણે તેજી જોવા મળી હતી.

નોંધનીય છે કે, ગઇકાલે પણ શેરબજારમાં રોકાણકારોની બલ્લે-બલ્લે થઈ હતી. ગઈકાલે સેન્સેક્સમાં ૬૦૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યા બાદ આજે પણ ૩૨૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળતા રોકાણકારો ને રાહત થઈ હતી. આજે પણ સેન્સેક્સ ખુલતાની સાથે જ ગ્રીન ઝોનમાં ટ્રેડ થવા લાગ્યો હતો જોકે, થોડા સમય માટે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળતાં શેરબજાર ઉપર ભારણ અનુભવાયું હતું. અલબત્ત લાંબાગાળાના મૂડી રોકાણકારોએ બજારમાં લેવાલીનું જોર બરકરાર રાખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.