ભારતમાં તાજા ફળોની નિકાસમાં નોંધપાત્ર વધારો, જામફળની નિકાસમાં ખાસ વધારો
અબતક, નવીદિલ્હી
ભારતની તાજા ફળોની નિકાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તાજા ફળોના મુખ્ય નિકાસ સ્થળોમાં બાંગ્લાદેશ, નેધરલેન્ડ, યુએઈ, યુકે, નેપાળ, આયર્ન, રસિયા, સાઉદી અરેબિયા, ઓમાન અને કતારનો સમાવેશ થાય છે.વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે,જામફળની નિકાસ એપ્રિલ જાન્યુઆરી 2021-22 માં ઞજઉ 2.09 મિલિયન થવાનું કારણ છે જે એપ્રિલ જાન્યુઆરી 2013-14માં ઞજઉ 0.58 મિલિયનન હતી.
દહી અને પનીર(ચીઝ)ની નિકાસ પણ એપ્રિલ જાન્યુઆરી 2013-14 માં ઞજઉ 10 મિલિયનથી વધીને એપ્રિલ 2021-22 માં ઞજઉ 13 મિલિયન થઈ છે.ડેરી ઉત્પાદનો માટે મુખ્ય નિકાસ સ્થળ યુ.એ.ઇ. બાંગ્લાદેશ,યુએસ, ભૂટાન, સિંગાપોર, સાઉદી અરેબિયા, મલેશિયા,કતાર, ઓમાન અને ઇન્ડોનેશિયા છે. આમ ભારતમાંથી ફળ-ફળાદીમાં નિકાસનો જંગી વધારો જોવા મળી આવ્યો છે અને સ્વનિર્ભર ભારતનો અહીંયા અંશ જોવા મળે છે અને મોટા ભાગની ફળોની ખેતીમા નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
ભારત દ્વારા જે ફળફળાદી ની ખેતી ના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો તે પ્રશંસનીય ગણી શકાય જે વાણિજ્ય મંત્રાલય દ્વારા નોંધાયેલ છે. તાજા ફળ નિકાસમાં ભારત આગેવાન તરીકે ની ભૂમિકા લઈ રહ્યું છે જે વિકાસના આંકડાઓ સાબિતી આપી જાય છે.