ગીતો ઉપર ગોપીઓને થીરકતી જોઈ શહેરીજનો અચંબામાં
સિંગરો અને ઓરકેસ્ટ્રા ઉપર ખેલૈયાઓ આફરીન: વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિ
સંપૂર્ણ પારિવારિક માહોલ, અત્યંત લાઈટ અને સાઉન્ડ, ટોચના સિંગરો અને ગ્રાઉન્ડ ગજાવતા ઓરકેસ્ટ્રા જેવી વિશેષતાઓ સાથે ચાલી રહેલા ગોપી રાસોત્સવમાં ત્રીજા નોરતે નવરાત્રીનો રંગ જામ્યો હતો. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના અને તારા વિના શ્યામ મને એકલું લાગે જેવા પરંપરાગત ગરબા ગીતો ઉપર મોટી સંખ્યામાં ગોપીઓ ગરબા રમી રહી છે અને તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહે છે.
ત્રીજા નોરતે રાજકોટના મહાનુભાવો ધનસુખભાઈ ભંડેરી, ખોડીદાસભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, હરેશભાઈ લાખાણી, ધીરુભાઈ સરવૈયા આ બધા મહેમાનો ના હસ્તે આરતી ઉતારેલ ખેલૈયાઓને ઇનામ વિતરણ મૌલેશભાઈ પટેલ, સોનલબેન પટેલ, રાધાબેન પટેલ, મનુભાઈ માંડલિયા, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજેશભાઈ પોબારુ, છબીલભાઈ પોબારુ, ડો.વલ્લભભાઇ કથીરિયા, કાંતાબેન કથીરિયા, સુરેશભાઈ નંદવાણા, રાકેશભાઈ પોપટ, કીર્તિબેન પોપટ, રમણભાઈ વરમોરા, રવિભાઈ ભટ્ટ, મમતા મેડમ, કે.કે. જૈન, રાજેન્દ્રભાઈ મહેતા, મહેશ્વરી પુજારી, આ તમામ મેમ્બરો ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ.
આ રાસ નીહાળવા માટેપાંચમું નોરતું તા. 30/09/22 નાં ગોપિરાસમાં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. ધનસુખભાઈ ભંડેરી, નરેશભાઈ પટેલ, પરાક્રમસિંહ જાડેજા,શૈલેશભાઈ માકડિયા,નિરંજનભાઈશાહ,નીરજભાઈ આર્ય,ચંદ્રકાન્તભાઈ શેઠ, અનંતભાઈ ઉનડકટ, કેતનભાઈ પટેલ, જયંતિભાઈ ચોટાઈ, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, નિખીલભાઈ પટેલ,જયદેવભાઈ આર્ય, વસંતભાઈ માંગરોળીયા, શિવલાલભાઈ બારસીયા,શ્યામભાઈ શાહ, ડો.કિર્તીભાઈ પટેલ, હરેનભાઈ મહેતા, યુસુફભાઈ માંકડા, દીપકભાઈ પટેલ, પ્રફુલ્લભાઈ ધામી, ગૌતમભાઈ મહેતા, ગૌતમભાઈ મહેતા, મુકેશભાઈગાજીપરા,છબીલભાઈ પોબારુ, નીતિનભાઈ ચોટાઈ, શૈલેશભાઈ પટેલ, રાજુભાઈ રાયઠઠ્ઠા, સુરેશભાઈ અકબરી, છગનભાઈ કાકડિયા, ભાવેશભાઈ ઢોલરીયા, દિગ્વિજયસિંહ કે. જાડેજા, ડો.રાજેશભાઈ તૈલીવગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ગોપિરાસ ની અંદર અમોને મુખ્ય સહયોગ બાન લેબ્સ કું., જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લી., પુજારા ટેલિકોમ કંપની, હાઈબોન્ડ સિમેન્ટ, ડેકોરા ગ્રુપ, મારવાડી ગ્રુપ, વડાલીયા ગ્રુપ, ઓપ્સન્સ શો રૂમ, ક્લાસિક નેટવર્ક, સનફોર્ઝ પ્રા.લી., અમીધારા ડેવલોપર્સ, ઉત્કર્ષ ટી.એમ.ટી. બાર, આદેર્શ ટાવેલર્સ તેમજ રાજકોટના દાતાઓનો સહયોગ મળેલ છે. ગોપિરાસ માં ઓરકેસ્ટ્રા તરીકે રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોઝ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે.