ધંધા કોઇ છોટા યા બડા નહીં હોતા!!!

ટીકટોકએ રમતા-રમતા પહેલા જ ક્વાર્ટરમાં રૂપિયા ૪૩ હજાર કરોડ ઉસેડી લીધા

વૈશ્ર્વિક મહામારીનાં સમય બાદ તમામ ધંધા-રોજગારો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તો કયાંક ઉધોગો માત્રને માત્ર ટકવા માટે જ ટકી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ વૈશ્ર્વિક સ્તર પર જે ડિજિટલ કંપનીઓ કાર્યરત છે તેઓએ જમાવટ કરી છે. હાલ તમામ ડિજિટલ કંપનીઓ તેમની સેવા લોકોને નિ:શુલ્ક આપી રહી છે છતાં આ કંપનીઓ કરોડો રૂપિયા કેવી રીતે ઉસેડે છે તે પણ મોટો પ્રશ્ર્ન સામે આવ્યો છે. જોવાની વાત એ છે કે, આ કંપનીઓ માટે લોકો મફતમાં પોતાના ડેટા શેર કરે છે જયારે લોકોને કોઈ પ્રકારની કમાણી નહીં થતા કંપની કરોડો રૂપિયાનો નફો રડે છે. ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ સહિત અનેક સોશિયલ મીડિયાની કંપનીઓ કરોડો રૂપિયા કમાય રહી છે. આંકડાકિય માહિતી મુજબ લોકોમાં અત્યંત પ્રસિઘ્ધ બનેલી ટીકટોક એપ્લીકેશને તેના વર્ષનાં પહેલા જ કવાર્ટરમાં ૪૩ હજાર કરોડ રૂપિયા ઉસેડી લીધા છે ત્યારે ચાલુ વર્ષેમાં બાઈક ડાન્સ કંપનીએ ૨.૧૫ લાખ કરોડ રૂપિયા લક્ષ્યાંક રાખ્યો છે. જયારે બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં ટીકટોકનો વપરાશ કરવાની સંખ્યામાં ૧૩૦ ટકા જેટલો વધારો પણ નોંધાયો છે. ચાઈનાની સૌથી મોટી સોશિયલ મીડિયા અને ગેમીંગ કંપની એવી ટેનસેન્ટે વર્ષ ૨૦૧૯માં ૪.૫ લાખ કરોડ રૂપિયાની આવક કરી હતી.

બાઈટ ડાન્સ કંપની ગત ૮ વર્ષથી ડિજિટલ એડવર્ટાઈઝીંગ થકી કરોડો રૂપિયા કમાય રહી છે જેમાં સૌથી વધુ આવક તેને ન્યુઝ એગ્રેગેટર તરફથી પણ મળે છે. હાલનાં આ સમયમાં સૌથી વધુ નેટવર્ક ધરાવતી જો ડિજિટલ કંપની હોય તો તે બાઈક ડાન્સ છે જેની હાલ વેલ્યુ ૧૦.૬૬ લાખ કરોડ રૂપિયાની થવા પામી છે. ગત વર્ષે આજ કંપનીની વેલ્યુ ૭.૩૨ લાખ કરોડ રહેવા પામી હતી. કંપની દ્વારા ગત માસમાં ટીકટોકને મોનીટાઈઝ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે કંપનીનાં સંપર્ક સુત્રો દ્વારા એ વાત પણ સામે આવી રહી છે કે, આવનારો સમય કંપની માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને કંપની ચાલુ વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી પણ કરશે.

વૈશ્ર્વિક મહામારીમાં લોકોની જે પ્રવૃતિ જોવા મળતી હતી તેમાં રોક લાગતા તમામ લોકોનો જુકાવ સોશિયલ મીડિયા ઉપર આવી ગયો હતો ત્યારે અન્ય વ્યવસાય મંદીનાં ઓસાયા હેઠળ ધકેલાયા હતા તો બીજી તરફ ડિજિટલ મીડિયા કંપની દિન-પ્રતિદિન ઉચ્ચ શીખર સર કરી કરોડોની આવક કરી રહ્યું છે. નવ યુવાનો દ્વારા આ સમયગાળામાં પણ ગેમોનો સહારો લઈ સમય પસાર કર્યો છે. આ તમામ ચીજવસ્તુઓને ધ્યાને લઈ તે વાત સ્પષ્ટ રહી છે કે, ડિજિટલ મીડિયા કંપની હરહંમેશ ઉચ્ચ સ્તરીય વિચાર રાખી કરોડો રૂપિયા ઉસેડવા માટેના પ્રયત્નો હાથ ધરે છે જેનો સીધો જ ફાયદો આ તમામ કંપનીઓને થાય છે.

ફેસબૂક હવે રાજકીય જાહેર ખબર પર લેબલ લગાવશે!

સોશિયલ મીડિયામાં સૌથી વધુ લોકચર્ચિત કોઈ એપ્લીકેશન બની હોય તો તે ફેસબુક છે. ફેસબુક વિશ્ર્વ આખામાં તેની પ્રસિદ્ધિની પ્રસરાવી છે ત્યારે ફેસબુક અનેકવિધ રીતે કરોડો રૂપિયાની કમાણી કરે છે ત્યારે હવે ફેસબુક તેની રાજકિય જાહેર ખબરો ઉપર લેબલ લગાવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ફેસબુકે મંગળવારનાં રોજ જણાવતા કહ્યું હતું કે, પોલીટીકલ એડ માટે કંપની લેબલ ફિકસ કરશે જે દર વર્ષે ફેસબુકની ખામીમાં જોવા મળતી હતી. ફેસબુક વિશ્ર્વનું સૌથી મોટું સોશિયલ મીડિયા નેટવર્ક છે ત્યારે યુનાઈટેડ સ્ટેટનાં પ્રેસીડેન્ટ ઈલેકફશન અને રશિયાની ચુંટણીમાં ફેસબુકે ઘણા આક્ષેપોનો સામનો કરવો પડયો હતો ત્યારે હવે આ મુદ્દાને ધ્યાને લઈ ફેસબુક પારદર્શકતા રાખી જાહેરાતો અંગે વધુ સજજ બનશે. કોઈપણ રાજકિય જાહેર ખબર ઉપર ફેસબુક લેબલ લગાડશે જેથી તેને લઈ કોઈ ગેરમાન્યતા ઉભી ન થાય.

નાના વેપારીઓને સાથે લઇ ગૂગલ કરોડો રૂપિયા કમાશે!

સોશિયલ મીડિયા જાયન્ટ ગુગલ તેની નવી જાહેરાત પોલીસી થકી લોકલ ઉધોગોને સાથે લઈ કરોડો રૂપિયા કમાશે તેવું પણ સામે આવ્યું છે. ગુગલ વિશ્ર્વની સૌથી મોટી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જાહેરાત કરતી કંપની છે જેમાં લોકો મોબાઈલ ફોન, એસી રીપેરીંગ, કાર્પેટ કલીનીંગ જેવી સેવાઓ માટે ગુગલ ઉપર આવતા હોય છે ત્યારે બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, ગુગલ પરનો ભરોસો લોકોમાં સૌથી વધુ જોવા મળે છે. ગુગલ ટુલનાં માધ્યમથી નાના વેપારીઓ એડવર્ટાઈઝીંગ કેમ્પેઈન હાથ ધરે છે જે હવે ગુગલ મેપ થકી તમામ ઉધોગોની માહિતી લોકોને સપ્ટેમ્બરનાં અંત સુધીમાં મળવાપાત્ર રહેશે જેમાં કંપની ગુગલ મેપ ઉપર પીન મુકી લોકોને જે-તે નિયત જગ્યા પરની વિશેષ માહિતી અંગે પણ માહિતગાર કરશે.

બુધવારનાં રોજ ગુગલે વધુ ૧૫૨૨ કરોડ રૂપિયા નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનને આપી નિ:શુલ્ક જાહેરાત કરવાની જાહેરાત કરી હતી. જયારે ગુગલે વધુ ૭૬૦૦ કરોડ રૂપિયા નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશનમાં ફ્રી જાહેરાત કરવાના કાર્યમાં વપરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.