ઓબ્ઝર્વરો તથા જિલ્લાના નોડલ ઓફીસરો સાથે બેઠક યોજતા જિલ્લા ચૂંટણી અધિકારી પટેલ

આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારી ઓઉરણ કરી લેવામાં આવી છે અને ચૂંટણી ફરજ માટે ત્રણ વિધાનસભા બેઠકોમાં ૫૫૦૦ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે નિયુકત થયેલ ઓબ્ઝર્વરશ્રીઓ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે.પટેલની ઉપસ્થિતીમાં ગત સાંજે  કલેકટર કચેરી સભાખંડમાં ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ નોડલ ઓફીસરોની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ૬૫-મોરબી, ૬૬-ટંકારાના જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો. એમ.ટી.રેજુ (આઇ.એ.એસ.), ૬૭-વાંકાનેરના જનરલ ઓબ્ઝર્વર કુ. કવિથા રામુ (આઇ.એ.એસ.)  તથા ત્રણેય બેઠકના પોલીસ ઓબ્ઝર્વરશ્રી અભયકુમારસિંધ (આઇ.પી.એસ.) એ ઉપસ્થિત રહી ઉચ્ચ અધિકારીશ્રીઓ અને જુદી જુદી કમીટીના નોડલ ઓફીસરો પાસેથી ચૂંટણી વ્યવસ્થાની થયેલ કામગીરીની વિગતોની જાણકારી મેળવી હતી.

ઓબ્ઝર્વરશ્રીઓએ બેઠકમાં રજુ કરેલ પ્રશ્નોના જવાબમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્યું હતુ કે મોરબી જિલ્લામાં ચૂંટણી શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય અને નિર્ભયપણે લોકો મતદાન કરી શકે તે માટે જિલ્લા ચુંટણી તંત્ર સજ્જ છે. ચૂંટણી કામગીરીમાં અંદાજે ૫૫૦૦ ઉપરાંતનો સ્ટાફ કામગીરીમાં રોકવામાં આવ્યો છે. આ સ્ટાફને જરૂરી તાલીમ પણ આપી દેવાઇ છે.મતદાન મથકોમાં લોકો નિર્ભય પણે મતદાન કરી શકે તેવી  સુદઢ વ્યવસ્થા કરાઇ છે. મતદાન મથકમાં મતદારોની સુવિધા માટે પીવાના પાણી સુવિધા, પ્રાથમિક સારવાર સુવિધા માટે એઇડ બોકસ તથા  સ્વચ્છતાની જાળવણી અંગે વ્યવસ્થા અંગે જરૂરી સુચનાઓ આપી  દેવામાં આવી છે. તેમ તેમણે જણાવ્યુ હતું. મતદાન જાગૃતિ માટે તથા મતદાનની ટકાવારી ઉંચી લઇ જવા સ્વીપના જિલ્લામાં રહેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગે પણ જાણકારી આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી  અને ચૂંટણી ખર્ચ નોડલ ઓફીસરશ્રી એસ.એમ. ખટાણાએ ચૂંટણી પ્રચાર સંદર્ભે થનાર ખર્ચની વિગતોની જાણકારી આપી હતી.

કાયદો વ્યવસ્થા તેમજ સવેદનશીલ વિસ્તારો અંગે જાણકારી આપતા  જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દરેક મતદાન બુથ વાઇઝ પુરતો પોલીસ બંદોબસ્ત  અને અર્ધ લશ્કરી દળના જવાનો નો પુરતો બંદોબસ્ત સાથે લોકો નિર્ભયપણે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.કોઇ ગામમાં ચૂંટણી મતદાનમાં અડચણો ન ઉભી થાય તેની જિલ્લા ચૂંટણી તંત્ર સાથે સંકલનમાં રહી વ્યવસ્થા કરાઇ છે.

ઓબ્ઝર્વરશ્રીઓએ દરેક નોડલ ઓફીસરો પાસેથી તેની કમિટી દવારા થયેલ કામગીરીની પણ પુચ્છા કરી જાણકારી મેળવીહતી.

ઓબ્ઝર્વરશ્રીઓએ બેઠક બાદ મીડીયા સેન્ટર, ચૂંટણી કંન્ટ્રોલરૂમ અને મીડીયા પ્રદર્શનની મુલાકાત લઇ જિલ્લા  ચૂંટણી અધિકારીશ્રી પટેલ પાસેથી ચાલી રહેલ મીડીયા મોનીટરીંગની જાણકારી મેળવી હતી.બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, આસીસ્ટંટ કલેકટર અજય દહિયા, ચૂંટણી અધિકારી એન.એફ. ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહદેવસિંહ ગોહિલ તેમજ જુદી જુદી કમીટીઓના નોડલ ઓફીસરો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.