પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને કરેલા ગોળીબારમાં બિહારના લાન્સનાયક રવિરંજનકુમાર સીંગ શહિદ

જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫-એને મોદી સરકારે હિંમતભેર કુનેહપૂર્વક હટાવી હતી. કાશ્મીરનો વિશેષ દરજ્જે સમાપ્ત તા આતંકવાદી પ્રવૃત્તિ બંધ થઈ જવાના ભયી આતંકવાદનું આકા પાકિસ્તાન બે બાકળુ બની ગયું છે. કાશ્મીર મુદ્દાને યુનોની સલામતી સમિતિમાં ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાને હવે સરહદ પર સીઝ ફાયરનો ભંગ કરીને ઉંબાડીયા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાક.ની આ અવળચંડાઈમાં ભારતીય સેનાનો વધુ એક જવાન શહિદ થવા પામ્યો છે.

મંગળવારે પાકિસ્તાન તરફી લાઈન ઓફ કંટ્રોલ પરના ગ્રામ્ય વિસ્તારમાં એકા એક ગોળીબારની ઘટનામાં ૩૬ વર્ષના નાયક રવિરંજનકુમાર સિંગ શહિદ થયા હતા. ૩ દિવસમાં પાકિસ્તાન દ્વારા થઈ રહેલ ગોળીબારીમાં ભારતના બીજા જવાનોનો ભોગ લેવાયો છે. પૂંચ સરહદ પર બનેલી આ ઘટનાએ સંરક્ષણ વિભાગના પ્રવકતા લેફ. દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, મંગળવાર રાત્રે ૧૧ વાગ્યે પાકિસ્તાન તરફી એકાએક સીઝ ફાયરનો ભંગ કરી ગોળીબાર શરૂ થયો હતો. ક્રિષ્ના ઘાટી વિસ્તારમાં શરૂ થયેલા છમકલાી એક સૈનિકની શહિદી સાથે મોટી ખુવારી સર્જાઈ હતી.

શહિદ થયેલા નાયક રવિરંજનકુમાર સિંગ બિહાથરના રોતાશા જિલ્લાના વિદ્યા ગામના વતની હતા. તેમના પત્નિએ જણાવ્યું હતું કે,  જીવનમાં હંમેશા ફરજને પ્રાધાન્ય આપ્યું હતું મને અને મારા પરિવારને તેમની વીરગતિ અને બલિદાન પર અભિમાન છે. આ અગાઉ ગયા શનિવારે એલઓસી પર રાજોરી જિલ્લામાં પાકિસ્તાનના મોરટાર હુમલામાં દેહરાદુનના લાન્સ નાયક સંદિપ થાપા શહિદ યા હતા.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ રદ થવાથી હાથ ઘસતું રહી ગયેલું પાકિસ્તાન કોઈપણ મુદ્દે સળગતી સરહદ રાખીને આ મુદ્દો ધુંધવાતો રાખવા સતત હવાતીયા કરી રહ્યું છે. ભારતીય સુરક્ષાદળોએ હવે કાશ્મીરમાં પેધીને રહેલા અલગતાવાદી તત્ત્વોનો સફાયો કરી નાખ્યો છે ત્યારે પાક.ના છમકલાઓ સામે ભારતીય સેના પણ આકરો જવાબ આપી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.