- મહાનગરપાલિકાના કમિશનર , આસી. કમિશનર વગેરે દ્વારા ગરીબ બાળકોના જીવનમાં રંગ ભરવાનો વિનમ્ર પ્રયાસ થયો
જામનગર ન્યૂઝ : જામનગર મહાનગરપાલિકા સંચાલિત બેડી વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમ તેમજ હાપા વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમમાં આશ્રિત પરિવારો કે જે પરિવારના નાના બાળકો ધુળેટી નો આનંદ લઈ શકે, તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તેમજ આસી. કમિશનર ભાવેશ જાનીના પ્રયાસોથી મહાનગરપાલિકાના યુસીડી વિભાગના અશોક જોષી સહિતની ટીમ દ્વારા તમામ બાળકોને બંને સેલ્ટર હોમમાં હોળી ધુળેટી રમવા માટેના કલર સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, અને નાના બાળકોના જીવનમાં રંગ ભરવાનો વિનમ્ર પ્રયાસ થયો હતો. જેથી ગરીબ બાળકો અને તેના પરિવારજનો એ ખુશી વ્યક્ત કરી હતી. જેઓને માટે અલ્પાહાર ની વ્યવસ્થા પણ વિશેષથી કરવામાં આવી હતી.
સાગર સંઘાણી