413 ગ્રામ પંચાયતો માટે 965 મતદાન મથકો ઉપર કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન
અબતક, રાજકોટ : 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સ્ટાફ રવાના થઈ ચૂક્યો છે. સાંજે આ સ્ટાફ મતદાન મથકોનો કબ્જો સંભાળી લેવામાં છે. આ કામગીરીનું ઓબ્ઝર્વર નીનામા દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે. 7.43 લાખ મતદારો આવતીકાલે મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ મતદાન પ્રક્રિયા 965 મતદાન મથકો ઉપર યોજાવાની છે. જે સંદર્ભે 5501 જેટલો પોલીંગ સ્ટાફ આજે બપોરે દરેક તાલુકા મથકેથી ગ્રામ્ય ક્ષેત્રમાં રવાના થયો હતો.
આજે સવારે રાજકોટ જિલ્લાના ઓર્બ્ઝવર નિનામા રાજકોટ આવી પહોંચયા હતા. તેઓએ ચૂંટણી કામગીરીનું નિરીક્ષણ પણ હાથ ધર્યું હતું. રાજકોટ તાલુકાના ગામડાઓની ચૂંટણી માટે સ્ટાફ સંતકબીર રોડ ઉંપર આવેલ સરદાર વિદ્યાલય ખાતેથી રવાના કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે 7થી 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. કુલ 965 મતદાન મથકો પૈકી 372 સંવેદનશીલ અને 87 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.