સંરક્ષણનાં સાધનોને વેગ આપવા સરકાર સુરક્ષાનાં સાધનોને ઓજીએલ સ્કિમમાં મુકશે
કેન્દ્ર સરકારનું સંરક્ષણ વિભાગ સુરક્ષાનાં વિકાસનું પર્યાય બની રહેશે તો નવાઈ નહીં. વાત કરવામાં આવે તો હરહંમેશ સંરક્ષણ વિભાગ દેશની સુરક્ષાને કેન્દ્રમાં રાખી કાર્ય કરતું હોય છે ત્યારે સંરક્ષણનાં સાધનોને વેગ આપવા સરકાર સુરક્ષાનાં સાધનોને ઓજીએલ સ્કિમમાં મુકશે. ઓજીએલ વિશે જો વાત કરવામાં આવે તો ઓપન જનરલ એકસપોર્ટ લાયસન્સ હેઠળ સંરક્ષણ એટલે કે સુરક્ષાનાં સાધનોની નિકાસ કરવામાં આવશે. પહેલા તેની નિકાસ ઉપર પ્રતિબંધ અને અંકુશો મુકવામાં આવતા હતા પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષણ વિભાગનાં સુરક્ષાનાં વિકાસનું પર્યાય બની રહેશે.
સરકાર દ્વારા ઓપન જનરલ એકસપોર્ટ લાયસન્સ સ્કિમ ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા લાગુ કરવામાં આવી છે. ફિકીનાં જોઈન્ટ સેક્રેટરી કે જેઓ ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર પેનલને સંભાળે છે તેવા સંજય જાજુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય દ્વારા જે નવી લાયસન્સ પઘ્ધતિને અમલી બનાવવાની વાત આવી રહી છે તેનાથી ભારતનું સંરક્ષણ વિભાગ આંતરરાષ્ટ્રીય બજારમાં અને અન્ય પ્રોડકટોની સરખામણીમાં એક હરીફાઈમાં ઉભું રહેશે જેથી સંરક્ષણ વિભાગ ઓપન જનરલ એકસપોર્ટ લાયસન્સ સ્કિમને લાગુ કરવા માટે વિચાર કરી રહી છે જેથી પહેલાનાં સમયમાં સરકાર તરફથી મંજુરી લેવામાં આવતી હતી તે હવે નહીં લેવામાં આવે.
આ તકે સંજય જાજુએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધુ ગુણવતાયુકત બની રહેશે જેથી ભારતીય ગ્રાહકોને તેનો યોગ્ય ભાવ મળી શકે. જેથી ભારતનાં નિકાસકારોએ સુરક્ષા સાધનોનાં નિકાસ માટે એક યોગ્ય દિશા પ્રાપ્ત કરવી પડશે અને તેમનાં સુરક્ષા સાધનોને વૈશ્ર્વિક સ્તર પર સ્પર્ધામાં મુકવા પડશે. નૈવીનાં રેરએડમીરલ અતુલ ખન્નાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની જરૂરીયાત દિન-પ્રતિદિન વધતી જતી રહી છે ત્યારે જે ઉત્પાદન થવું જોઈએ તે થવામાં હાલ સંરક્ષણ વિભાગ સફળ નિવડયું નથી જેનાં કારણે જો આ નવી સ્કિમ લાગુ કરવામાં આવે તો અનેકવિધ પ્રશ્ર્નોનું નિરાકરણ પણ થઈ શકે અને ઉત્પાદનમાં પણ વધારો થાય.