Abtak Media Google News
  • જરૂર જણાય તો આગામી દિવસોમાં કચેરીની ટીમો દ્વારા પણ સ્કૂલમાં જઈને ચકાસણી હાથ ધરવામાં આવશે: ડીઈઓ

રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે આગામી દિવસોમાં રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે ત્યારે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે સાવચેતીના પગલા લેવા ડીઈઓ સ્કૂલોને પરિપત્ર કરશે તેમજ જરૂર જણાશે તો આગામી દિવસોમાં તપાસ પણ કરશે.રાજકોટ શહેર અને ગ્રામ્ય ડીઇઓ દ્વારા તમામ સ્કૂલોના સંચાલકોને પત્ર લખી ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત કચેરીની ટીમો દ્વારા પણ સ્કૂલમાં જઈને ચકાસણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. તપાસ દરમિયાન જો સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોય તો કડક કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હીટવેવને કારણે તેમજ વીજળીના બેદરકારી ઉપયોગથી અકસ્માત થતા હોય છે. જેથી આવી સ્થિતીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ત્યારે શાળામાં સરકારના નિયમાનુસાર ફાયર સેફટીની સુવિધાને પગલે શાળાઓએ ફાયરના તમામ ઉપકરણો ચાલુ હાલતમાં છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ શહેર ડીઈઓએ સ્કૂલના સંચાલકોને સુચના આપી છે. સરકારના વખતો વખત થતા પરિપત્રોને ધ્યાને લેતા ફાયર એનઓસી તેમજ ફાયર સેફ્ટીના તમામ ઉપકરણો શાળા કક્ષાએ હોવા જરૂરી છે, તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે. શાળા સત્ર શરૂ થયે પછી ફાયર સેફ્ટીના ઉપકરણોની ચકાસણી સંબંધે એક મોકડ્રીલનું આયોજન કરવા તેમજ ફાયર સેફ્ટીની તાલીમ શાળાના તમામ કર્મચારીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પણ સુચના અપાઈ છે. આપત્કાલીન સમય દરયાન બાળકો તેમજ કર્મચારીઓને ઈમરજન્સી એન્ટ્રી તેમજ એક્ઝીટની જાણકારી મોકડ્રીલ સ્વરૂપે મળી રહે તેમજ અવાર નવાર યોજાનાર કાર્યક્રમો દરમ્યાન કે જ્યારે એક સમુહમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, કર્મચારીઓ ઉપસ્થિત હોય ત્યારે ફાયર સેફટી સંબંધિત માહિતી સૌ પ્રથમ આપવા માટે પણ તાકીદ કરાઈ છે. રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ ગ્રામ્યની સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવા માટે જણાવાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.