ધર્મ સ્થાનકોમાં પ્રાર્થના, પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણના આયોજનો થશે: ઠેર-ઠેર મિચ્છામી દુકકડમ્ના નાદ ગૂંજશે
વષેનો સવે શ્રેષ્ઠ અને બેષ્ઠ દિવસ એટલે સવંત્સરીનો દિવસ.સવંતસરી – ક્ષમાના આ મહા પવેના દિવસે ચોતરફ વાતાવરણ આનંદ અને ઉલ્લાસભર્યુ દ્રષ્ટિગોચર થાય છે.ક્ષમાની આપ – લે કરવાથી પરમ સુખ અને શાંતિનો અનુભવ થાય છે. માત્ર જૈન ધમે જ નહીં પરંતુ જગતના દરેક ધર્મો ક્ષમાને અદભૂત મહત્વ આપે છે.ચાલ્સ ગ્રીસ વોક્ડ નામના ચિંતકે ” ફરગીવનેસ અ ફિલોસોફિકલ એક્ષપ્રરોઈશન ” એટલે કે કોઈને માફ કરી દેવામાં કેટલા લાભો છે તે પુસ્તકમાં આલેખ્યું છે.” ધ હિલીંગ હાટે ” નામના પુસ્તકના લેખક નોમેન કઝીન્સનું માનવું છે કે વેરભાવના રાખવાથી શરીરમાં હ્ર્દય રોગના હુમલા આવે છે,તેમજ અનેક રોગ આવે છે.એનાથી ઉલ્ટુ ક્ષમાનો ગુણ જે લોકોએ અપનાવ્યો તો ઘણા લોકોના બ્લડ પ્રેસર ઓછા થયેલા. એક ડોકટરે કહ્યું કે શરીરમાં મોટા ભાગના રોગો વેર વૃતિ અને ઝઘડાને કારણે થાય છે.મનની અંદરની શાંતી ક્ષમા ભાવથી મળે છે આવું ફ્રેન્ચ નવલ કથાકાર એન્ટુ મોરઈસે કહેલું. નેલસન મંડેલાની ક્ષમા અદભૂત હતી.ભૂલ થઈ જવી સરળ છે પરંતુ ક્ષમા આપવી કે માંગવી તે દિવ્ય ગુણ છે.ચીની ફિલસૂફે કહેલું તમે કોઈને માફ કરો ત્યારે તમારામાં એક નવી દિવ્ય ચેતના જાગે છે. નવી શકિત આવે છે. વેર રાખવું એ નબળો માણસ પુરવાર થવા જેવું છે,જયારે માફી આપવી તે બહાદુર માણસોનું કામ છે તેમ મહાત્મા ગાંધીજી કહેતાં.” ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ” ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે.
ક્ષમા શકિતમાનને શોભે.દૂબેળ વ્યક્તિનો માફીનો કોઈ અથે નથી.જયારે સમથે વ્યક્તિ કોઈ દુબેળ વ્યક્તિ પાસે પોતાની ભૂલની ક્ષમા માંગે ત્યારે ધમે સોળે કળાએ ખીલી ઊઠે છે.અરે ! દેવો પણ દુંદુભી વગાડવા અને અચેત પુષ્પની વૃષ્ટિ કરવા થનગને છે.એટલે જ તો ગજસુકુમાર મુનિની ક્ષમાની શ્રી અંતગડ સૂત્રમાં નોંધ લેવાણી.તેવી જ રીતે રાજા પરદેશીને પોતાની જ પત્નીએ ભોજનમાં ઝેર આપ્યું છતાં રાજાએ ક્ષમા ધારણ કરી અને એટલે જ તો એક આખું આગમ શ્રી રાયપસેણીય સૂત્ર રાજા પરદેશીના નામે લખાણું. ક્ષમા માંગવી એ નબળાઈ નહીં પણ તાકાત છે.” ધ વન મિનિટ એપોલોજી ” નામના પુસ્તકમાં લેખક કેન બ્લેન્યાડે લખે છે કે પોતાની ભૂલ સુધારવામાં અથવા કોઈને ક્ષમા આપવામાં માત્ર એક મિનિટનો જ સમય લાગે છે પણ બહુ ઓછા લોકો આ આદત કેળવી શકે છે.
જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા જણાવે છે કે ક્ષમાનો ઉપદેશ માત્ર મહાવીરે જ આપ્યો તેવું નથી પરંતુ મહમંદ પયંગબર સાહેબે પણ કહેલું… અલ્લાહ દયાળુમાં દયાળુ છે,તારા માટે ખુદાને અપાર કરૂણા છે,તારી ભૂલોને ભૂલી જશે અને તને માફ કરશે,તું પણ દરેકને માફ કરતો જજે.ક્રિશ્ચયન ધમે ગુરુઓ કહે છે તમે કહેવાતા શત્રુને મનોમન ક્ષમા આપી તો જુઓ ! ઈસુ જરૂર તમોને આશીર્વાદ આપશે.સ્પેનિશ કહેવત એ છે કે શ્રેષ્ઠ વેર એ છે કે જે કદી લેવાયું ન હોય.પ્રભુ મહાવીર કહે છે ક્ષમાથી પરીષહો ઉપર વિજય મેળવી શકાય છે તેવું જૈન અગ્રણી મનોજભાઈ ડેલીવાળાએ જણાવ્યું હતું.
સર્વ મંત્રોમાં મુગટ મણી સમાન નવકાર મંત્ર
બારને નવ ગુણતા જેટલા થાય એટલા ગુણોનો ભરેલો ભંડાર એટલે જ નવકાર મંત્ર અને પંચ પરમેશ્ર્વરએ જગતની સર્વોતમ પાંચ વસ્તુઓ
નમો અરિહંતાણાં
નમો સિઘ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
આ પવિત્ર વાકયોને આપણો નવકાર નમસ્કાર મહામંત્ર કે પંચ પરમેષ્ઠી મંત્ર તરીકે ઓળખીએ છીએ.
અરિહંત ભગવંતના બારગુણ
સિઘ્ધ, ભગવંતના આઠ ગુણ
આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ
ઉપાઘ્યાય ભગવંતના પચ્ચીસ ગુણ
સાધુ ભગવંતના સત્તાવીશ ગુણ
કુલ મળીને એકસો આઠ ગુણ ગણાવ્યા છે.
આ મહામંત્રમાં વ્યકિત વિશેષની ઉપાસના નહીં પણ ગુણોની ઉપાસના કરવામાં આવેલ છે.
રાજકોટના આંગણે આવતી કાલે સવારે ૭ થી ૮ દરમિયાન કાલાવડ રોડ ઉપર આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદીરના સભાગૃહમાં નવકાર મહામંત્રના સામુહિક જાપનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જૈનોના ચારેય ફિરકાના અંદાજે ૧૦ હજાર શ્રાવકો સામેલ થશે. રાજકોટની જેમ સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરો ગામોમાં પણ આ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં વિદેશમાં રહેતા જૈન શ્રાવકો પણ મોટી સંખ્યામાં નવકાર મંત્રના જાપ કરી નવકાર ડે માં સામેલ થશે.
આત્મીક ગુણોને વિકસીત કરનારા જે મહાપુરૂષો છે તેમને નમસ્કાર કરવામાં આવેલ છે. આ મહામંત્ર પંથ પરંપરા કે સંપ્રદાયની પરિધિથી મુકત છે. તેથી માનવ માત્રની એક અણમોલ નિધિ છે. અને બધાને માટે સમાન ભાવથી સદા સ્મરણીય છે.
નવકાર મંત્ર જૈન સંસ્કૃતિનો એક સર્વમાન્ય પ્રભાવશાળી મંત્ર છે. તે સંસારના સર્વ મંત્રોમાં મુગટ મણી સમાન છે. કલ્પતરુ ચિંતામણી કામકુંભ અને કામધેનુ સમાન સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળો છે. લોકમાં અનુપમ છે. આઘ્યાત્મિક, આધિભૌતિક અને આધિ દૈનીક બધી જાતની પાપ નષ્ટ થાય છે. બુઘ્ધિની વૃઘ્ધિ થાય છે. લક્ષ્મીની વૃઘ્ધિ થાય છે. સિઘ્ધિની ઉપલબ્ધિ થાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ચિંતાઓ નષ્ટ થાય છે ભૂત, પ્રેત, રાક્ષસ, પિચાશ , ડાકિની વગેરે બધી જાતના ઉપદ્રવોનું ઉ૫શમન થાય છે. લૌકિક અને લોકોતર બધી જાતના સુખ પ્રાપ્ત થાય છે.
નવકારના એક જ અક્ષરના જાપથી સાત સાગરોપમ ના પાપનો નાશ થાય છે. નવકારના એક જ પદનો જાપ કરવાથી પચાસ સાગરોપમના પાપનો નાશ થાય છે. સંપૂર્ણ નવકારનો જાપ કરવાથી પાંચસો સાગરોપમના પાપનો નાશ થાય છે. આ મહામંત્ર રૂપ પારસમણીના સ્પર્શ માત્રથી કથોર, કંચન બની જાય છે. તેથી તો તેને મંત્રાધિરાજ નું બિરુઘ્ધ મળેલ છે.
નમસ્કાર મંત્રથી પ્રગટ થાય છે નમ્રતાનો ભાવ
નમસ્કાર મંત્ર ભૂલાવે છે. સંસારનો ભાવ
નમસ્કાર મંત્રની શ્રઘ્ધા રૂઝાવે છે. કર્મમાં ધાવ
નમસ્કાર મંત્ર પ્રતિ રાખો સદા પૂજય ભાવ