અનેક મંદિરો, ધાર્મિક સ્થળોએ તુલસી વિવાહના આયોજનો: ભાવિકો રંગેચંગે ઉજવશે ભગવાનનો લગ્નોત્સવ
કાલે કારતક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી અગિયારસ છે લોકો દેવદિવાળી તરીકે પણ ઉજવે છે. આ દિવસે અનેક ધાર્મિક સ્થળો, મંદીરોમાં તુલસીજીનો વિવાહ મહોત્સવ પણ યોજાઇ છે. આ ઉપરાંત દેવદિવાળી પણ ઉજવાતી હોય ત્યારે દરેક ઘરના આંગણામાં રંગોળી પુરાઇ છે. અને દિવડા પ્રગટે છે તેમજ તુલસી કયારે શેરડીનો સાઠો ધરવામાં આવે છે.
તુલસી વિવાહના પ્રસંગમાં અમુક જાનપક્ષે તો અમુક ભાવિકો માંડવા પક્ષે આવી ધામધુમથી તુલસીજી અને ઠાકોરજીને પરણાવે છે. વ્યકિતના લગ્ન પ્રસંગની જેમ ભગવાનના વિવાહમાં સામૈયા, પોંખણા ફેરા સહિતના પ્રસંગો ભાવિકો રંગેચંગે ઉજવે છે.
જે વનસ્પતિની અનય કોઇ વનસ્પતિ સાથે તુલના ન થઇ શકે એનું નામ તુલસી, તુલસીને ગ્રામ્યા, સુલભા, હરિ પ્રિયા, વૃંદાવી વી. વિવિધનામાંથી નવાજવામાં આવે છે.
અનેક રોગોનું નિવારણ કરનાર તથા જીવન શકિત વધારનાર આ બહુમુલ્ય, બહુગુણી વનસ્પતિને એટલા માટે જ દેવતા જેવું સન્માન આપવામાં આવ્યું છે. અને એની સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
જેમાં પરમપુરમાણ અનુસાર જલંધર અને એની સતીવ્રતા પતિ વૃંદાની વાત આવે છે અજય અસુર કોઇનાથીયે ન મરત અને અત્યાચારનો કાળો કેર અવિરત વર્તાવત જો એની સતીવ્રતા વિષ્ણુએ જલધરની પત્નિ વૃંદાનો શિલભંગ કર્યા પરિણામ સ્વરુપ જલંધર મરાયો આર્યનારી કેટલી શિલવાન હોય છે અને એમાં કેટલી તાકાત હોય છે. એનું આ જવલંત ઉદાહરણ છે. પરિણામે સતીના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થર યાને શાલીગ્રામ થયા અને લક્ષ્મીના શ્રાણથી વૃંદાએ તુલસીનું રુપ ધારણ કર્યુ.
એક અન્ય પૌરાણિક કથા અનુસાર તુલસી શંખચૂડ નામના રાક્ષસની પત્ની હતી. જેના ત્રાસ માંથી ભગવાન વિષ્ણુએ તેને મુકત કરી અને તેની સાથે લગ્ન કર્યા તુલસીએ ભકિત છે જયારે શંખચૂડ એ વાસનાનું પ્રતિક છે. વાસનાથી મુકત થવાય તો ઉપાસના જાગે અને શ્રીહરિનું મિલન થાય યાને એની સાથે વિવાહ રચાય, એટલે જ તુલસીના પાન વિનાનો કોઇપણ ભોગ ભગવાન આરોગતા નથી. ભકિતથી અર્પેલ ભોગ જ ભગવાનને ભોગ્ય હોય છે ભાવ વિના ભગવાનને છપ્પન ભોગ પણ ભાવતા નથી. એક ભકિતનું નાનકડુ પાન ભગવાનને ચલાયમાન કરી દે છે.
આ ભીતરનો ભાવ અને ભકિતરુપી તુલસીના મધુર મિલનને કાર્તિક સુદ અગિયારસથી પુનમ સુધી ભકિત ધામધુમ પૂર્વક પોતાની વહાલસોયી દિલની દુલારી દીકરીનો ઐકયોત્સવ ઉજવતા હોય એ રીતે ઉજવે છે. અને ભિતરની ભકિત ભગવાન સમક્ષ પ્રગટ કરે છે. અને ત્યાર બાદ જ પોતાના વ્યવહારિક પ્રસંગોને પ્રાધાન્ય આપે છે. યાને ત્યારબાદ જ અન્ય શુભ કાર્ય કરે છે.
દેવ ઉઠી અગિયારસની મધરાતથી વિધિવત લીલી પરિક્રમાનો પણ પ્રારંભ થશે. લાખો ભાવિકો ગીરનારની ગોદમાં પરિક્રમા કરી પુણ્યનું ભાથુ બાંધશે વિધિવત પરિક્રમાના પ્રારંભને માંડ ર૪ કલાકનો ગાળો રહ્યો છે ત્યારે અત્યારથી ભાવિકોનો મેળાવડો જામ્યો છે.
પ્રજાના રક્ષણ માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ઉતારા મંડળો તેમજ ભાવિકોએ પણ પડાવ નાખી દીધા છે કાલે મધરાતે વન વિભાગ ભાવિકો માટે પરિક્રમાનો ગેઇટ ખોલશે.
ઘેર ઘેર તુલસી કયારે મુકાશે શેરડીનો સાઠો
કાલે દેવ ઉઠી અગિયારસ હોય જેનું વિશેષ મહત્વ છે. આ દિવસે તુલસી અને ઠાકોરજીનો વિવાર પ્રસંગ યોજાઇ છે દેવ દિવાળીએ શેરડીનો સાઠો તુલસી કયારે રાખવાનું પણ મહત્વ છે. તુલસીજીના વિવાહ સંપન્ન થયા બાદ આ શેરડીના સાઠાને પ્રસાદી રુપે ગ્રહણ કરવામાં આવે છે. દેવ દિવાળી બાદ શેરડીના ીઝન શરુ થાય છે.
તુલસીજીને પ્રસાદી ધરાયા બાદ એટલે કે દેવદિવાળી બાદ લોકો શેરડી ખાઇ શિયાળામાં આરોગ્યને તંદુરસ્તી રાખે છે. કાલે અગિયારસ હોય જેથી આજે બજારમાં શેરડીનું આગમન થઇ ચુકયું છે.
રાજુલાના રામપરા-૨ ગામે વૃંદાવન બાગમાં કાલે અન્નકૂટ અને તુલસી વિવાહ મહોત્સવ
રાજુલાના રામપરા-૨ ગામે આવેલ રામદાસબાપુની તપોભૂમિ, વૃંદાવન બાગમાં મહંત રાજેન્દ્રદાસ બાપુની રાહબર હેઠળ કાલે અન્નકૂટ મહોત્સવ અને ભગવાન ઠાકોરજીના વિવાહનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ઠાકોરજીની જાન વૃંદાવનબાગથી કરબેન સોંડાભાઈ વાઘ-રામપરા-૨ મુકામે જશે જેમા વર પક્ષના દાતા લાલાભાઈ આતાભાઈ વાઘ તથા ભવાભાઈ કથડભાઈ વાઘ છે. આ ઉપરાંત અખંડ રામપારાયણ તથા સુંદરકાંડના પાઠ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સૌ હરીભકતોએ પધારવા વૃંદાવન બાગના મહંત અને અધ્યક્ષ રાજેન્દ્રદાસબાપુ દ્વારા અનુરોધ કરાયો છે.