ધો. ૧ થી ૭ની માન્યતા શિક્ષણ બોર્ડના નિયમો સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ
તાજેતરમાં આરટીઇ અંતર્ગત વિઘાર્થીઓ અને વાલીઓને શાળા પ્રવેશ બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યે છે. ખાનગી સ્કુલોમાં આરટીઇ અંતર્ગત વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં ધાંધિયા સર્જાયા છે. ત્યારે રાજકોટ ખાતે આવેલી પી એન્ડ બી સ્કુલનો નવો જ કીસ્સો
બહાર આવ્યો છે. રેલનગર ખાતે આવેલ પી એન્ડ બી સ્કુલમાં ડીઇઓ કચેરી દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મળતી વિગત મુજબ ધો. ૧ થી ૭ નીમાન્યતા ન હોવા છતાં વિઘાર્થીઓને ધો. ૧ થી ૭ માં પ્રવેશ આપવામાં આવે છે. ધો. ૧ થી ૭ ની માન્યતા શિક્ષણ બોર્ડના નિયમો સહીતના મુદ્દે રાજકોટ ડી.ઇ.ઓ. દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
આ વિશે ડીઇઓ કચેરીના એક અધિકારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ શાળા વહેલા બીજા સ્થળે ચલાવવામાં આવતી હતી પરંતુ અહિયા શાળા શરુ કરવાની મંજુરી હજુ મળેલ નથી છતાં પણ ૫ જુનથી શાળા શરુ કરી દેવાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે સૌ પ્રથમ શાળાને નોટીસ આપીશું અને ત્યારબાદ નિયમો મુજબ કઇ સજા આપવી કે દંડ ફટકારવો ત્યારબાદ નકકી કરીશું. તેમણે વાલીઓને ભ્રમમાં રાખ્ય હતા તે વિશે તેમણે કહ્યું હતું.
તપાસ દરમીયાન જો પી એન્ડ બી સ્કુલને મંજુરી નહી મળી હોય તો અહીં ભણતા બાળકોને અન્ય સ્કુલમાં પ્રવેશ આપવામાંં આવશે.