પીડીયુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ૨૪ કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. દર્દીઓની સારવારમાં ડોક્ટરોને મદદ કરવા માટે પીડીયુ હોસ્પિટલમાં બહારગામથી આવેલા ડેન્ટિસ્ટ તબીબો પણ સેવા આપી રહ્યા છે.
અમદાવાદથી સેવા આવેલા ડેન્ટિસ્ટ ડો.આઝાદી ઝાલૈયાએ જણાવ્યું હતું કે, હું ત્રણ મહિનાથી સેવા આપુ છું. અમારે સારવાર આપતા તબીબની મદદમાં કામગીરી કરવાની હોય છે. આ સેવા દરમિયાન અમે ઘણું નવું શીખ્યા છીએ. શરૂઆતમાં અમારા માટે પણ આ સેવા નવી હતી પરંતુ બધાના સહકારથી અમે હવે દર્દીને સારી રીતે કેર કરી શકીએ છીએ. દર્દીની સારવારમાં મદદ કરતા શરુઆતમાં પોતે સંક્રમિત થયેલા ડેન્ટિસ્ટ ડો શિવાંગી કણસાગરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને અમને પણ જમવાની રહેવાની અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે. ડો. કોમલ જેઠવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દી પાસે એટેન્ડેન્ટ રાખવામાં આવે છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ સારું છે અને એના લીધે દર્દીઓને વિવિધ સુવિધા મળી રહે છે.