૨૦ લાખની લાંચ કેસમાં પકડાયેલા શાહે ૧૫ વર્ષમાં કોલેજના માલિક બની કરોડોનો વેપલો કર્યો હોવાનું ખુલ્યું

રૂપિયા ૨૦ લાખની લાંચ લઇ વિર્દ્યાથીને પાસ કરી આપવાના કૌભાંડના મુખ્ય આરોપી મનસુખ શાહની કારકિર્દી ડેન્ટીસ્ટની પ્રેક્ટીસ થી શરુ ઇ હતી. જયારે માત્ર ૧૫ વર્ષમાં કોલેજના માકિલ બની અને કરોડોનો વેપલો ચલાવવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે.

વાઘોડિયામાં વિદ્યાપીઠ નામે લક્ષ્મીપીઠ ચલાવતા સુમનદીપ વિદ્યાપીઠના ચેરમેન ડો. મનસુખ શાહે અમદાવાદી ડેન્ટીસ્ટનો અભ્યાસ કર્યો હતો. ૧૯૯૦માં વડોદરાના રાવપુરા પાસે ડેન્ટીસ્ટ હોસ્પિટલ શરુ કરી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ રાજકીય પીઠબળી વાઘોડિયાના પીપળિયા ગામે ધીરજ હોસ્પિટલની સપના કરી હતી. ત્યાર બાદ ધીમે ધીમે હોસ્પિટલની જમીનનું વિસ્તરણ હારી અને વર્ષ ૧૯૯૯માં ડેન્ટલ કોલેજની પરવાનગી મેળવી હતી.

ડેન્ટલ કોલેજની પરવાનગી મેળવ્યા બાદ ગુજરાત સરકારનો ચંચુપાત ન રહે તે માટે ડીમ યુનિવર્સિટી બનાવી હતી અને વર્ષ ૨૦૦૩માં મેડીકલ કોલેજની સપના કરી હતી. MCIના વિવાદિત કેતન દેસાઈ સોના સારા સબંધોી ગુજરાતની પ્રમ સેલ્ફ ફાઈનાન્સ કોલેજનો દરજ્જો મેળવ્યો હતો. વર્ષ ૨૦૦૬માં મેડીકલ કોલેજને યુનીવર્સીટીનો દરજ્જો મળ્યો હતો. જયારે જોત જોતામાં તબક્કાવાર ફિઝીયોેરાપી સહીત અનેક મેડીકલ કોર્સની લગભગ ૮ જેટલી કોલેજની શ્રુંખલા ઉભી કરી દેવામાં આવી હતી. ડો. મનસુખ શાહ અને તેના પુત્ર ડો.દીક્ષિત શાહ દ્વારા સમગ્ર યુનિવર્સિટીનું સંચાલન કરવામાં આવે છે જયારે મેડીકલની ૧૫૦ જેટલી બેઠકો પૈકી માત્ર ૫૦ ટકા બેઠકો જ એન્ટરન્સ ટેસ્ટના આધારે ભરવામાં આવે છે. બાકીની ૫૦ ટકા બેઠકો સંચાલકો જાતે ડોનેશન લઇને બેઠકો ભરે છે.

ડોનેશનના કળા કામ માટે કોલેજી દુર વાઘોડિયા રોડ વિસ્તારની કલ્યાણ નગર સોસાયટીમાં અનેક મકાનો ભાડે રાખવામાં આવ્યા છે જે સનને કલેક્શન સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે હૈ સિક્યુરીટી વચ્ચે અહી ફી ની રકમ અને ડોનેશની રકમ સ્વીકારવામાં આવતી હતી જ્યાં પ્રવેશતા વાલીઓ અને વિર્દ્યાીઓને મોબાઈલ ફોન લઈને પ્રવેશવાની મનાઈ હતી. જેથી કલેક્શન સેન્ટરમાં તા કળા કામોનો પર્દાફાશ ન થાય. ૨૦ લાખની લાંચ પ્રકરણમાં રૂપિયા સ્વીકારતા ડો.મનસુખ શાહના બે માણસો અહીંથી જ ઝડપાયા હતા. ડો. મનસુખ શાહ સામે ભૂતકાળમાં શહેરના વિવિધ પોલીસ મથકોમાં છેતરપિંડીની પણ ફરિયાદો નોંધાઇ છે. રૂપિયા ૨૦ લાખની લાંચના કેસમાં સંડોવાયેલ ડો. મનસુખ શાહ અંગે તટસ્થ અને ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌંભાડ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.