પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકોને નજીવા દરે સચોટ નિદાન મળી શકે તે ઉદેશ સાથે છેલ્લા ૧૭ વર્ષથી નિદાન કેન્દ્ર ચાલી રહ્યું છે. નિદાન કેન્દ્રમાં નામાંકિત અને અનુભવી સર્જનો વાઢ-કાપ નિષ્ણાંતો દ્વારા જુદા જુદા પ્રકારની સર્જરી કરવામાં આવે છે. જેમાં વાંકા- ચુકા દાંત માટે ડો. હાર્દિક અજમેશ ૭ વર્ષનો, ડહાપણ દાઢની સર્જન ડો. જયેન્દ્ર પુરોહિત ૨૦ વર્ષનો, ડો. ધર્મેન્દ્ર ચંદારાણા ૮ વર્ષનો, ડો. ગૌરાંગ સચદેવ ૫ વર્ષનો, ડો. અંકિત સીરોદરિયા ૬ વર્ષનો, બાળકોના દાંતના સારવારના સ્પેશિયાલિસ્ટ ડો. વૈભવ કોટેચા ૫ વર્ષનો, પેઢા અને પાયોરિયાના ડો. આનંદ ભાલોડી ૮ વર્ષનો અનુભવ ધરાવતા એમ.ડી.એસ. ડિગ્રીધારી તબીબી સેવા આપી રહ્યા છે. વર્તમાન કોવીડ-૧૯ ની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હોસ્પિટલ દ્વારા દરેક પેશન્ટ પછી સેનીટાઇઝેશન કરવામાં આવે છે. દરરોજ હોસ્પિટલને સંપૂર્ણ રીતે ક્યુમીગેશન કરવામાં આવે છે. તેમજ દર્દીને સારવાર કરતા પેહલા ગાઉન પહેરાવવામાં આવે છે, તથા દર્દીના સારવાર માટે ડીસ્પોન્સેબલ ઇસ્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

ડેન્ટિસ્ટની અફલાતૂન ટીમમાં ૧) ડો. બંસી ટકવાણી કે જેઓએ ડી. ડી. યુનિવર્સિટી માં ચાલુ શૈક્ષણિક વર્ષમાં એમ.ડી.એસ.ની ઉપાધિ મેળવવામાં સફળ રહ્યા છે. તેઓએ ૩ વર્ષ પ્રોસ્થોડોન્ટિક્સ તરીકે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ૮ માસની સેવા આપેલ છે, ૨) ડો. બંસી ઉનડકટ બી. ડી. એસ. જેઓ સર્ટિફાઈડ રૂટ કેનાલ નિદાનના નિષ્ણાત છે. અને તેઓ ૭ વર્ષના અનુભવ ધરાવે છે, ૩) ડો. માનસી દવે ઠાકર કે જેમણે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીની ડેન્ટલ કોલેજ માંથી રેન્ક ૪ સાથે ૨૦૧૨ માં બી.ડી.એસ. ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓએ રાજકોટ અને ભાવનગર ખાતે અનેક સંસ્થાઓમાં સેવા આપેલ છે. ૪) ડો. બંસરી જીવરાજાની કે જેઓએ ૨૦૦૮માં સરકારી જામનગર મેડિકલ કોલેજમાંથી બી.ડી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. અને તેઓએ પોતાની ખાનગી પ્રેકટીસ દ્વારા સારો એવો અનુભવ પ્રાપ્ત કરેલ છે. આવા ભગીર તબીબી ક્ષેત્રના સેવાકીય યજ્ઞમાં સાચા અર્થમાં , સમય અને સમર્પણની આહુતિ આપનાર  પંચના સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ર્ડો. લક્ષમણભાઇ ચાવડા, મંત્રી તનસુખભાઈ ઓઝા, ટ્રસ્ટીઓ ડી.વી.મહેતા, મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ર્ડો. ત્રિવેદી, મનુભાઈ પટેલ જેવા નામાંકિત આગેવાનો રાજકોટની ધર્મપ્રેમી પ્રજાને ઘરે રહો અને સલામત રહો તેવી વિનંતી કરે છે. અન્ય સારવારની વધુ માહિતી માટે પંકજભાઈ ચંગ (૯૮૭૯૫ ૭૦૮૭૮), ધૃતિબેન ધડૂકનો (હોસ્પિટલ પર) અવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫, ૦૨૮૧-૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.