રાજ્યભરમાં બે દિવસથી વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ સાથે ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં શિયાળો પોતાનું આકરું સ્વરૂપ દેખાડી રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડા પવનો અને આશરે 10 ડિગ્રી સુધીના લઘુત્તમ તાપમાનમાં ગુજરાત આખું ઠુંઠવાયું હતું. રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે.

ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાના કારણે ગુજરાતમાં પવનના સુસવાટા સાથે તાપમાનનો પારો ગગડ્યો: આગામી પાંચ દિવસમાં પારો ત્રણ ડિગ્રી સુધી પટકાવાની સંભાવના

ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરી બાદ રાજ્યના તાપમાનમાં ફેરફાર થશે. લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. રાજ્યમાં હાલ વરસાદની કોઇ શક્યતા નથી. હાલ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં આવુ જ વાતાવરણ રહેશે. ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. હવામાન વિભાગે ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં 16 જાન્યુઆરીએ ઠંડીનું મોજું પ્રવર્તશે. 16 જાન્યુઆરીએ ચંદીગઢ, પંજાબ અને હરિયાણા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાના કારણે ગુજરાતમાં પવનના સુસવાટા સાથે તાપમાનનો પારો ગગડ્યો: આગામી પાંચ દિવસમાં પારો ત્રણ ડિગ્રી સુધી પટકાવાની સંભાવના

16 જાન્યુઆરી સુધી જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાઢથી ગાઢ ધુમ્મસની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 16 અને 17 જાન્યુઆરીએ અને ઉત્તરાખંડમાં 17 જાન્યુઆરીએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. મંગળવારે સવારે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેની અસર ફ્લાઈટ પર પણ પડી રહી છે. દિલ્હી એરપોર્ટ પરથી ઉપડનારી લગભગ 30 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી હતી જ્યારે 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગ અનુસાર આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.