વિંછીયાના પાટીયાળી ગામે પશુ ચરાવવા બાબતે ખેલાયેલા ધિંગાણામાં પ્રૌઢનું ઢીમઢાળી દીધુ’તું
વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે નજીવી બાબતે પ્રૌઢની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા પાટીયાળી ગામના શખ્સની જામીન અરજી અદાલતે ફગાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે.વધુમાં વિંછીયાના પાટીયાળી ગામે રહેતા રાજેશ ઓધા તાવીયા અને વાલજી રણચોડ તાવીયા વચ્ચે ખેતરમાં પશુ ચરાવવા મુદ્દે યેલ બોલાચાલીમાં ઉશ્કેરાયેલા વાલજી રણછોડ તાવીયા, ભના રણછોડ તાવીયા,વાલજી રણછોડ તાવીયા અને હરેશ વાલજીએ કુહાડી, પાઈપ અને લાકડી વડે હુમલો કરતા ઓધા જેમા તાવીયાને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ હુમલામાં રાજેશ તાવીયા અને ભાવેશ ધનજી ઘવાયાની ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનામાં જેલમાં રહેલા વાલજી રણછોડ તાવીએ ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન કોર્ટમાં કરેલી બાદ બન્ને પક્ષની રજૂઆતના અંતે સરકાર પક્ષની દલીલ અને દસ્તાવેજી પુરાવાને આધારે વાલજી તાવીયાની જામીન અરજી અધિક સેશન્સ જજ પી.પી.પુરોહિતે નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી.સ્મીતાબેન ઉપસ્તિ રહ્યાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com