- માધાપર ગામના બિનખેતી પ્લોટના બોગસ દસ્તાવેજના આધારે બારોબાર વેચાણ કર્યું
- ડિફોલ્ટ બેલની અરજી અને ચાર્જશીટ એક જ મિનિટના અંતરે રજૂ થયેલું, કાનૂની જગતમાં સૌ પ્રથમ વાર ધટના
શહેરના ભાગોળે આવેલા માધાપર ગામના સર્વે નંબરની જમીનના બિનખેતી પ્લોટના બનાવતી દસ્તાવેજના આધારે કૌભાંડ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા સાક્ષીમાં સહી કરનારના ડિફોલ્ટ બેલની અરજી ખાસ અદાલતે નામંજૂર કરી છે. વધુ વિગત મુજબ શહેરના માધાપર સર્વે નંબર 47 ના બિનખેતી પ્લોટ નંબર 10 બોગસ દસ્તાવેજ ના આધારે બારોબાર વેચાણ કરવાના મામલે પ્લોટના માલિક મુકેશભાઈ રવિશંકરભાઈ જાનીએ લેન્ડગ્રેડિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવતા જે ગુનાના કામે સાક્ષીમાં સહી કરનાર યોગેન્દ્રસિંહ ભીખુભા ઝાલા સહિતના શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
આ ગુનાની તપાસ કરતા અમલદાર દ્વારા કાયદાની જોગવાઈ મુજબ 30 દિવસમાં ચાર્જસીટ અદાલતમાં રજુ ન કરાતા 31 માં દિવસે જેલ હવાલે રહેલા યોગેન્દ્રસિંહ ઝાલાએ અદાલતમાં ડિફોલ્ટ બેલ ની અરજી કરી અને ચાર્જશીટ એક જ મિનિટના અંતરે રજૂ થયેલું છે. કાનૂની જગતમાં આ પ્રકારની સ્થિતિ સૌ પ્રથમ વાર નિર્મિત થયેલી છે. બચાવ પક્ષના એડવોકેટ દ્વારા ડિફોલ્ટ બેલ મળવો તે આરોપીનો કાયદાકીય હક્ક અને અબાધિત અધિકાર છે.
જ્યારે સરકાર પક્ષે સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરા એ રજૂઆત કરેલી કે 30 દિવસની સમય મર્યાદામાં લેન્ડ ગ્રેબિગવ એકટ હેઠળ ચાર્જસીટ રજૂ કરવાની જોગવાઈ નથી ડીફોલ્ટ બેલનો જે સિદ્ધાંત છે તે ફોજદારી કાર્યવાહી સહિતા ની કલમ 167 હેઠળ પ્રસ્થાપિત થયેલો છે. તેના પરિણામો અને જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે ડિફોલ્ટ બેલ નો લાભ મળી શકતો નથી તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ સ્પેશિયલ અદાલતે યોગેન્દ્રસિંહ ઝાલા ની ડિફોલ્ટ બેલની અરજી રદ કરી છે આ કેસમાં સ્પેશિયલ પી.પી.સંજયભાઈ વોરા રોકાયા હતા