શહેરના 42 વિસ્તારો માઇક્રો ક્ધટેઇન્ટમેન્ટ ઝોન હેઠળ તાવ, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના 392 કેસ નોંધાયા
શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં આવતીકાલથી શહેર અને જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કોરોનાના કહેર વચ્ચે ડેન્ગ્યૂના પણ ડાકલા વાગી રહ્યા છે. શહેરમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂના નવા બે કેસ નોંધાયા હતા.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂના નવા બે કેસ મળી આવ્યા છે. ચાલુ સાલ અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 12 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે શરદી-ઉધરસના 223, સામાન્ય તાવના 71 કેસ અને ઝાડા-ઉલ્ટીના 98 કેસ નોંધાયા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 16,788 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવ્યું હતું જ્યારે 162 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. અલગ-અલગ 549 સ્થળો ચેકીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતિ સબબ 594 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. શહેરમાં કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે. હાલ 42 વિસ્તારો માઇક્રો ક્ધટેઇન્ટમેન્ટ ઝોન હેઠળ છે અને 44 એક્ટિવ કેસ છે.