મચ્છરોની ઉત્પતિ સબબ રૂ.૪૨,૯૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મચ્છરની ઉત્પતિ સબબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત લોડર્સ, વીવીપી સ્કુલ, સમર્પણ સ્કુલ અને ભાટીયા બોર્ડીંગ સહિતના સ્થળોએથી ડેન્ગ્યુ અને મેલેરિયા તાવ ફેલાવતા મચ્છરોના પોરા મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન યુનિવર્સિટી રોડ પર શિલ્પન આઈકોનની બાંધકામ સાઈટ, પામ યુનિવર્સની બાંધકામ સાઈટ, નંદ હાઈટસની બાંધકામ સાઈટ, બાલાજી હોલ પાસે એપલ અલ્ટુરાની બાંધકામ સાઈટ, ગુરુજીનગરવાળી આવાસ યોજના પાસે આવેલી લોડર્સ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ, મવડીમાં ગુરૂકુલ રોડ પર આવેલી વીવીપી સ્કુલ, પુજારા પ્લોટમાં બાંધકામ સાઈટ, પીપળીયા હોલ મેઈન રોડ પર સમર્પણ સ્કુલ, જંકશન રોડ પર એન્જોય હોટલ, ભાટીયા બોર્ડીંગ, મમતા ભોજન આર્ટ, બાબા પરોઠા હાઉસ, જય દ્વારકાધીશ પરોઠા હાઉસ, ગુડ લક હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, મનહર પ્લોટ-૫માં નવા બાંધકામની સાઈટ અને કોટેચા ચોકમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં મચ્છરોના પોરા મળી આવતા તમામ પાસેથી રૂ.૪૨,૯૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.