વરસાદ રોકાયા બાદ શાળાઓ, મોલ અને સરકારી કચેરી વગેરેમાં આરોગ્ય શાખા દ્વારા મચ્છર ઉત્પતિ સબબ સઘન ચેકીંગ હાથ ઘરવામાં આવશે
ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંઘપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ ફરીથી વરસાદ ચાલુ થયેલ છે. સામાન્ય રીતે દર વર્ષે સપ્ટે મ્બરર, ઓકટોમ્બર માસ દરમ્યાન ડેન્ગ્યુ ના વધુ કેસો નોંઘાતા હોય છે. મચ્છર દ્વારા ઇંડા મુકાયા બાદ ૭ થી ૧૦ દિવસ બાદ પુખ્ત મચ્છર ઉત્૫ન્ન થાય છે.
આ મચ્છર ડેન્ગ્યુુના રોગના દર્દીને કરડે તો મચ્છર ચેપી બને છે. ત્યારબાદ આ ચેપી મચ્છ ર તંદુરસ્ત વ્યિકતને કરડે તો ૫ થી ૭ દિવસ બાદ તેને રોગના લક્ષણો દેખાય છે, જે સ્થળે વધુ સંખ્યામાં લોકો આવતા જતા રહેતા હોય ત્યાં મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે તાત્કાલિક ધોરણે આવશ્યક પગલાઓ લેવા મ્યુનિ. કમિશનરે અધિકારીઓને આદેશ આપેલ છે. સાથોસાથ લોકો પણ તેમના રહેણાંક, કામકાજના સ્થળોએ ભર્યા રહેતા પાણીમાં મચ્છરના પોરા ન થાય તેની કાળજી રાખે તેવી હાર્દિક અપીલ કરી છે.
ડેન્ગ્યુનો મચ્છ ર (એડિસ) ચોખ્ખા પાણીમાં ઈંડા મુકે છે. તેના પોરા પાણીમાં ખુણો બનાવીને, જાણે ઊંધે માથે લટકતી સ્થિતિમાં તરે છે. તેને નરી આંખે જોઈ શકાય છે.
આ મચ્છર ટાઈગર મચ્છર તરીકે જાણીતો છે, રંગે કાળો અને શરીરના પ્રુશ્ઠ ભાગ પર સફેદ રંગના ટ૫કા ધરાવે છે, અને આ મચ્છર ચેપી હોય તો ડેન્યુ છ નો રોગ ફેલાવે છે. તેની ઉડયન ક્ષમતા ઓછી, આશરે ૧૦૦ મીટર હોવાથી જયાં ઉત્પન્ન થાય છે. ત્યોં રોગ ફેલાવે છે.
ખાસ કરીને સરકારી કચેરી, શાળાઓ અને મોલ વગેરેમાં વિશાળ માનવ સમુહ હોય આથી આવી જગ્યાઓએ જો મચ્છર ઉત્પતિના સ્થાનો હોય તો એક સાથે એકથી વઘુ વ્યિકતને ડેન્ગ્યુ રોગ થવાનો જોખમ રહે છે.
ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છર દિવસે જ કરડતા હોવાથી આ સ્થળો ૫રના કર્મચારી, શાળાના વિદ્યાર્થીઓ તથા મોલ વગેરેમાં આવતા મુલાકાતીઓને ડેન્ગ્યુ રોગ થવાનો જોખમ છે. સરકારી કચેરી, શાળા, મોલ વગેરેમાં નીચે મુજબના પાત્રોમાં ખાસ કરીને મચ્છર ઉત્પતિ મળી આવે છે.