સિંગાપોર અને શ્રીલંકામાં હાહાકાર મચાવનાર એસીયન જીનોટાઈપ નામના ડેન્ગ્યુના નવા વાયરસ દક્ષિણ ભારતમાં મળ્યા!
સ્વાઈનફલુ બાદ ચિકનગુનિયા અને ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે તો બીજી તરફ ભારતમાં ડેન્ગ્યુની નવી જાત ઘુસી આવતા ડેન્ગ્યુનો રોગ વધુ પ્રબળ બને તેવી શકયતા છે. નેશનલ ઈન્સ્સ્ટિયૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોને એશિયન જીનોટાઈપ નામના ડેન્ગ્યુના નવા વાયરસ મળી આવ્યા છે.
દક્ષિણ ભારતમાં જીનોટાઈપના ડેન્ગ્યુ વાયરસ-૧ ઘુસ્યા છે. ભારતમાં ડેન્ગ્યુ વાયરસના ચાર પ્રકાર જોવા મળે છે. જેમાં અને સમાવેશ છે. જીનોટાઈપ એ ડેન્ગ્યુની નવી જાત છે. જે દક્ષિણ ભારતમાં એક દર્દીના લોહીમાંથી મળી આવેલ છે. નિષ્ણાંતો મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના કેટલાક રાજયોમાંથી સેમ્પલો મંગાવી રહ્યા છે અને તપાસ કરી રહ્યા છે કે આ જીનોટાઈપ અન્ય રાજયોમાં છે કે નહી ? જેથી વહેલી તકે આ વાયરસને ફેલાતા અટકાવી શકાય.
જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૫માં સિંગાપોરમાં અને વર્ષ ૨૦૦૯માં શ્રીલંકામાં આ જીનોટાયલ વાયરસે હાહાકાર મચાવી દીધો હતો. આ વાયરસને કારણે સિંગાપોર અને શ્રીલંકામાં ભારે રોગચાળો ફાટી નિકળ્યો હતો. જે હવે ભારતમાં મળી આવતા એક ચિંતાનો વિષય બન્યો છે. તેમ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)ના ડાયરેકટર સાયન્ટીસ્ટ દેવેન્દ્ર મોર્યએ જણાવ્યું હતું. હાલ આ એસિયન જીનોટાઈપ વાયરસ તેલગાણા અને કેરળમાં જોવા મળ્યા છે.
એનઆઈવી સાયન્ટીસ્ટ કે અલ્ગારસુએ જણાવ્યું કે, આ વાયરસ પર રોક લગાવવા પરીક્ષણો થઈ રહ્યા છે અને આ માટે વધારાની ઉંડાણપૂર્વકની તપાસ આવશ્યક છે. જેથી આ વાયરસને નિયંત્રણમાં લાવી શકાય.