વાતવારણમાં પલટો તથા મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળ્યો: આરોગ્ય તંત્રમાં દોડધામરાજકોટ
શહેરમાં ઘણા સમયથી રોગચાળો વકરી રહ્યો હોય તેમ દિવસે ને દિવસે સ્વાઈન ફલુ અને ડેંગ્યુનાકેસો વધતા જોવા મળે છે. ત્યારે શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણસાથે ઠંડીનું પ્રમાણ વધવાથી લોકોમાં આરોગ્યમાં પણ અસર જોવા મળી રહી હોય તેમ છેલ્લાબે દિવસમાં ૨૯ જેટલા ડેંગ્યુના કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવ વધવાથી ડેંગ્યુમાં પણ દર્દીઓનો મોટો ઘસારો જોવા મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામીછે.
કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા હોવા છતાંપણ મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં ગંદકીને કારણે ડેંગ્યુ મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. જેમાં ૧૫૦ ફૂટ રીંગરોડ, કનક રોડ, સાધુવાસવાણી રોડ, કોઠારીયા સોલવન્ટ, પેડક રોડ, ભાવનગર રોડ સહિતનાઅનેક વિસ્તારોમાં સ્વચ્છતાનાઅભાવના કારણે ગંદકી ફેલાઈ રહી છે. જેના પ્રતાપે ડેંગ્યુનામચ્છરોનો ઉપદ્રવ શહેરભરમાં જોવા મળી રહ્યો છે. મચ્છરોના ઉપદ્રવથી શહેરમાં થોડા દિવસોથી સામાન્ય તાવ, શરદી અને ઉધરસના દર્દીઓનું પ્રમાણ વધીરહ્યું છે. સાથો સાથ શંકાસ્પદડેંગ્યુના પણ અનેક કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ડેંગ્યુના ૨૯ જેટલા કેસો નોંધાયા છ. જેના પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્યતંત્ર દ્વારા શહેરમાં મચ્છરના ઉપદ્રવને અટકાવામાટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે છતા પણ દિન પ્રતિદિન ડેંગ્યુના કેસોમાં વધારોજોવા મળી રહ્યો છે.
શહેરમાં છેલ્લા બે દિવસોમાંજ શંકાસ્પદ ડેંગ્યુના કેસોમાંપણ વધારો જોવા મળી રહ્યોછે. જેના કારણે શહેરનાં નાના કલીનીકો તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો બહોળા પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે.
જયારે બીજી તરફ ડેંગ્યુંમાં કરવામાં આવતા રેપીડ ટેસ્ટ માન્ય ન ગણાતા મોટા ભાગના દર્દીઓની સારવાર રેપીડ ટેસ્ટ માત્રથી જ કરવામા આવે છે. જેના પગલે ડેંગ્યુમાંનિદાન માટે અલેઈઝા ટેસ્ટ ખર્ચાઈ હોવાથી મોટાભાગે કરવામાં આવતા નથી.
શહેરમાં છેલ્લા બેદિવસમાં ડેંગ્યુએ ફરી માથુ ઉંચકયું તેમ ૨૯ જેટલા કેસ નોંધાયા છે. શહેરનાં ઘણા વિસ્તારોમાં વધતા જતા મચ્છરના ઉપદ્રવથી ડેંગ્યુના દર્દીઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે.