ધોરાજીમાં ડેન્ગ્યુના ૨૮૬ કેસો મળી આવ્યા બાદ તંત્ર હરકતમાં
રાજકોટ જીલ્લાના ધોરાજી માં ડેન્ગ્યુ નાં કેસોમાં સતત વધારો થતો હોય ત્યારે ધોરાજી માં ડેન્ગ્યુ નો કહેર વધતો જાય છે ધોરાજી માં આજસુધી ૨૮૬ કેસો નોધાયા હતા ત્યારે આરોગ્ય ખાતું દોડતુ થયું હતું ત્યારે સરકારી તમામ કચેરી ઓ અને તમામ ઘરોમાં તપાસ કરવામાં આવી ત્યારે સરકારી કચેરી માં પણ ડેન્ગ્યુ ઓના પોળાઓ જોવાં મળીયા હતા.
ધોરાજી પંથકમાં ચોમાસામાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી જન્ય રોગ ચાળો વધ્યો જેમાં મચ્છર જન્ય રોગ ચાળો વકર્યો છે ડેન્ગ્યુ મલેરિયા જાડાં ઉલ્ટી તથા અન્ય રોગો માં વધું દર્દી ઓ જોવાં મળેલ સરકારી હોસ્પિટલ કે પ્રાઈવેટ હોસ્પિટલમાં માંદગી નાં ખાટલો ઓમાં દિન બ દીન વધારો જોવાં મળેલ ડેન્ગ્યુ નાં પોઝીટીવ કેસ ધોરાજી માં સતત વધારો થતો જોવાં મળે છે ત્યારે સુધી માં ૨૮૬ કેસો નોધાયા હતા ત્યારે આરોગ્ય ખાતું દોડતુ થયું છે લોકો ને જાગૃત કરવા માટે અને આ ડેન્ગ્યુ જેવાં રોગચાળો ડામવા માટે ફોગીંગ દવાઓ નો છંટકાવ પણ કરી રહયાં છે અને જસદણ રાજકોટ તથા અન્ય ગામો નાં અધિકારી ઓ દોડતા થયાં છે. પણ નગરપાલિકા કચેરી ડેપ્યુટી કલેકટર કચેરી મામલતદાર કચેરી તથા જવાબદાર તંત્ર નો સંગઠન અભાવ તાલમેલ નો અભાવ જોવાં મળે છે બધાં એક બીજા ને દોષ નો ટોપલો ઠાલવે છે ત્યારે અન્ય ગામો માંથી આવેલ આરોગ્ય અધિકારી ઓ એ જ્યારે સરકારી કચેરી ઓની તપાસ કરી ત્યારે સરકારી કચેરી માંથી જ ડેન્ગ્યુ નાં પોળા મળી આવ્યા હતા અને જે સરકારી કચેરી માં ગંદકી સાફ સફાઈ નો અભાવ જોવાં મળેલ જ્યારે લોકો ની કાયમી અવરજવર રહે ત્યાંથી જ ડેન્ગ્યુ નાં પોળા મળી આવતાં તંત્ર ની પોલ છતી થઈ હતીં તો અમુક જગ્યાએ તો ઘરો માં પીવાનાં માટલાં માંથી પણ ડેંગ્યુ નાં પોળા મળી આવતાં આરોગ્ય અધિકારી ઓ પણ ચોંકી ઉઠ્યા હતા તો ધોરાજી માં તંત્ર દ્વારા સબ સલામત ના દાવા ઓ પોકળ સાબિત થયાં છે સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર્દીઓ નાં ખાટલાઓ ભરેલા જોવાં મળે છે આમ ધોરાજી માં સતત ડેન્ગ્યુ નાં કેસોમાં વધારો થયો છે અત્યારે સુધી માં ૨૮૬ કેસો પોઝિટીવ નોંધાયા છે અને બે દર્દીઓ એ ડેન્ગ્યુ નાં ઝપટમાં આવી મૃત્યુ પણ પામ્યા છે તેમ છતાં ડેન્ગ્યુ જેવાં રોગચાળા ને અટકાવવા કે ડામવા માં તંત્ર નિષ્ફળ રહયું છે આ ડેન્ગ્યુ ની હડફેટે માં પત્રકાર તથા સામાજિક આગેવાનો પણ આવી ગયાં છે ધોરાજી માં આ ડેન્ગ્યુ નાં કહેર થી બચાવ માટે લોકો એ તંત્ર એ કચેરી ઓએ કમર કસવાની જરૂરી છે