Abtak Media Google News
  • 4574 લાભાર્થીઓ આરોગ્ય લક્ષી કાર્યક્રમમાં થયા સામેલ
  • રાજકોટ મહાનગરપાલીકા દ્વારા  ડેંગ્યુ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

હુડકો શાર્ક માર્કેટ, રણુજા મંદિર, રણછોડદાસ આશ્રમ, દક્ષિણ મામલતદાર કચેરી સહિતના જાહેર સ્થળોએ વોર્ડવાઇઝ 18 સ્થળોએ જાહેર પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં લાભાર્થીને મચ્છર, મચ્છરના પોરાના જીવંત નિદર્શન, 5ત્રીકા, બેનર અને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ રોગ અટકાયતી 5ગલાં વિશે માહિતગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત 2848 લાભાર્થીઓને ડેન્ગ્યુ રોગ વિષયક માહિતી આ5વામાં આવેલ તથા 3187 લોકોને પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.

અટલ સરોવર, બાલભવન જેવા જાહેર સ્થળો સહિત વોર્ડ વાઇઝ 18 સોસાયટી અને જાહેર સ્થળોએ લોકોને મચ્છર, મચ્છરના પોરાના જીવંત નિદર્શન, 5ત્રીકા, બેનર, પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ રોગ અટકાયતી 5ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત 1585 લાભાર્થીઓને મેલેરિયા રોગ વિષયક માહિતી આ5વામાં આવેલ તથા 1922 લોકોને પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.

નંદનવન હાઇટસ, રણુજા મંદિરની સામે, કોઠારીયા મેઇન રોડ ખાતે મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ વિષયક શેરી નાટકના કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અંદાજીત 77 લાભાર્થીઓને ડેન્ગ્યુ રોગ વિષયક માહિતી આ5વામાં આવેલ લલુડી વોકળીની આંગણવાડી ખાતે આરોગ્ય શાખાના કર્મચારી ઘ્વારા પપેટ શો કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અંદાજીત 64  લાભાર્થીઓને ડેન્ગ્યુ રોગ વિષયક માહિતી આ5વામાં આવેલ.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.