જામનગરમાં કાલાવડનાકા પાસે રહેતી ૨૧ વર્ષની યુવતીનું શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મોત નિપજયાનું જાણવા મળતા આરોગ્યતંત્રમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. જ્યારે વધુ ૩૫ કેસ નોંધાતા લોકોમાં પણ ડેન્ગ્યુનો ભય વધી રહ્યો છે.જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જામનગર ડેન્ગ્યુનું કેન્દ્ર બિંદુ બન્યું હોય તેમ વધુ એક યુવતીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નિપજતા આરોગ્યતંત્રમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.
શિયાળાની શઆત છતાં પણ ડેન્ગ્યુનો કહેર યથાવત રહેતા આરોગ્યતંત્ર માટે મોટો પડકાર ઉભો થઈ રહ્યો છે ત્યારે જામનગર ડેન્ગ્યુ માટે કેન્દ્ર સ્થાન બન્યુ હોય તેમ લાગી રહ્યું છે. કાલાવડનાકાની ૨૧ વર્ષની યુવતીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નિપજયું છે.
જયારે જામનગરમાં વધુ ૩૫ નવા કેસ ડેન્ગ્યુના નોંધાતા લોકોમાં પણ ડેન્ગ્યુના ભયનો માહોલ છવાઈ રહ્યો છે. જામનગરમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ડેન્ગ્યુમાં સપડાયા હતા ત્યારે ડેન્ગ્યુએ વધુ એક ભોગ લેતા ફફડાટ મચી જવા પામ્યો છે.