ચોમાસાના આરંભે જ રોગચાળો બેકાબુ: આરોગ્યલક્ષી કામગીરી બેઅસર પુરવાર: મચ્છરોની ઉત્પતિ સબબ ૯૪ આસામીઓને નોટિસ

ચોમાસાના આરંભે જ શહેરમાં ફરી પાણીજન્ય, ખોરાકજન્ય અને ઋતુજન્ય રોગચાળાએ માથુ ઉંચકયું છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરના ઈન્દિરાનગર અને રાજારામ સોસાયટીમાં ડેન્ગ્યુના બે કેસો મળી આવતા શહેરમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત સ્વાઈન ફલુનો પણ એક કેસ નોંધાયો છે.

Untitled1આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી, ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય શરદી, ઉધરસ અને તાવના ૧૪૭ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૧૨ કેસ, ટાઈફોઈડના ૫ કેસ, મરડાના ૧૩ કેસ, સ્વાઈનફુલનો ૧ કેસ, મેલેરિયાના ૨ કેસ, કમરાના ૨ કેસ અને અન્ય તાવના બે કેસો મળી આવ્યા છે. શહેરના વોર્ડ નં.૧માં ઈન્દિરાનગર વિસ્તાર તથા વોર્ડ નં.૬માં રાજારામ સોસાયટીમાંથી ડેન્ગ્યુ તાવના બે પોઝીટીવ કેસો મળી આવ્યા છે.

ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૨૬ રેકડી, ૨૯ દુકાનો, ૨૪ ડેરીફાર્મ, ૩૧ હોટલ, ૨૧ બેકરી, ૩૦ અન્ય સ્થળ સહિત કુલ ૧૬૧ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૬૦ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરી ૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૨૨૬૯૩ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો.

મચ્છરોના નાશ માટે ૧૯૪૫ ઘરોમાં ફોગીંગ કામગીરી હાથ ધરાઈ હતી અને મચ્છરોની ઉત્પતિ સબબ ૯૪ આસામીઓને નોટિસ ફટકારી ‚ા.૫૭૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

જયારે પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે સેન્ટ્રલ ઝોનમાં ૧૯૧, વેસ્ટ ઝોનમાં ૧૮૬ અને ઈસ્ટ ઝોનમાં ૧૬૮ સ્થળોએ પીવાના પાણીના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં તમામ નમુના પરીક્ષણમાં પાસ થયા છે અને પાણી પીવા લાયક હોવાનો રીપોર્ટ આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.