Untitled 1 2સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુ અને ચીકન ગુનિયાનો એક-એક કેસ નોંધાયો: શરદી-ઉધરસના 367, તાવના 124 અને ઝાડા-ઉલ્ટીના 63 કેસ

અબતક, રાજકોટ

શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે લગભગ પૂર્ણતાના આરે છે ત્યારે ફરી મિશ્ર ઋતુમાં ડેંન્ગ્યૂ અને ચીકન ગુનિયાના તાવે દેખા દીધી છે. છેલ્લાં સપ્તાહમાં શહેરમાં ડેંન્ગ્યૂ અને ચીકનગુનિયાનો એક-એક કેસ મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. મચ્છરજન્ય રોગચાળાને કાબૂ લેવા માટે 638 આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારવામાં આવી હતી.છેલ્લા ઘણા સમયથી શહેરમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા અને ચીકનગુનિયાના કેસ નોંધાતા ન હતા. દરમિયાન ગત સપ્તાહે ડેંન્ગ્યૂનો એક કેસ અને ચીકન ગુનિયાનો એક કેસ નોંધાયો છે.

આ વર્ષે શહેર ડેંન્ગ્યૂના 5 કેસ અને ચીકનગુનિયાના એક કેસ નોંધાયો છે. અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 367 કેસ, સામાન્ય તાવના 124 કેસ અને ઝાડા-ઉલ્ટીના 63 કેસો નોંધાયા છે. મચ્છરનો ઉપદ્રવ ઉપયોગ અટકાવવા માટે 12783 ઘરોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 1275 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી છે. મચ્છરોનો ત્રાસ જ્યા વધુ છે ત્યાં આંબાવાડી, ગોકુલ નગર આવાસ યોજના, સિંધી કોલોની, જુલેલાલ નગર, બાલકૃષ્ણ સોસાયટી, મોહન પાર્ક, જેડી પાઠક સોસાયટી, ટપુ ભવન સોસાયટી સહિતના વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. બાંધકામ સાઇટ, સ્કૂલો, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી-પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિતના રહેણાંક સિવાયના વિસ્તારોમાં મચ્છરની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારોમાં મચ્છરની ઉત્પતિ જણાતા 638 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.