એક લોટરીએ ચમકાવી ૧૧ મહિલાઓની કિસ્મત
વાત છે કેરળની એવી મહિલાઓની જેની પાસે થોડા દિવસો પહેલા પર્સમાં વાપરવા માટે ૨૫ રૂપિયા પણ નહોતા. પરંતુ કહેવાય છે ને કે કુદરત જયારે મહેરબાન થાય છે ત્યારે કોઈને પણ હેરાન થવાનો વારો નથી આવતો, એવા સમયે કોઈની પણ કિસ્મત ચમકાવી દે છે. કેરળમા પણ એવું જ થયું છે .
કેરળની એવી ૧૧ મહિલાઓ જેની પાસે ગુજરાન ચલાવવાના પણ રૂપિયા નોતા, તેવા સમયે તેને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવીને ૨૫૦ રૂપિયાની લોટરી ખરીદી હતી. અને નસીબ પણ એ ૧૧ મહિલાઓ સાથે હતા.
આ ૧૧ મહિલાઓ હરિત કર્મ સેનાની સભ્ય છે. અને તેમનું વેતન એટલું છે કે ઘરનું ગુજરાન એટલા ઓછા વેતનમાં ચલાવવું મુશ્કેલ થયી પડે છે. રાધાએ આ બાબતે પોતાની અને અન્ય સ્ત્રીઓની લાગણીએ અભિવ્યક કરતા કહ્ય હતું કે આ અગાઉ પણ અમે લોટરીની ટીકીટ લીધી હતી પરંતુ ક્યારે પણ ઇનામ નથી જીત્યું. પણ આ ટીકીટ ખરીદ્યા બાદ, જયારે ડ્રો થવાનો હતો ત્યારે પણ ટીકીટની પહેલું ઇનામ જીત્ય છીએ એ વાતનો વિશ્વાસ નોતો આવતો. આ ૧ કરોડની જીતેલી રકમ ૧૧ ઘરને ઉજાગર કરશે.
૧ કરોડની જીતેલી રકમથી અનેક લોકોના ઉધાર ચૂકવવાના છે, દીકરીઓના લગ્ન કરવાના છે, પરિવારમાં રોગથી પીડાતા સભ્યોના ઈલાજ કરાવવા છે, આ શુભ અવસરે લોટરી જીતનાર તમામને શુભેચ્છા આપવા લોકો નગર પાલિકાના પરિસર પહોચ્યા હતા. ખરેખર આ લોટરીની જીતની રકમ એવા લોકોને મળી છે જેને ખરેખર ઉપયોગી નીવડશે.