કેબિનેટે વિજયા બેન્ક અને દેના બેન્કના બેન્ક ઓફ બરોડા સાથેના મર્જરને મંજૂરી આપી છે. આ મર્જર અંતર્ગત વિજયા બેન્કના શેરહોલ્ડર્સને પ્રતિ 1000 શેરે બેન્ક ઓફ બરોડાના 402 શેર મળશે. જયારે દેના બેન્કના શેરહોલ્ડર્સને પ્રતિ 1000 શેરે બેન્ક ઓફ બરોડાના 110 શેર મળશે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જરની જાહેરાત કરી હતી. આ મર્જરથી તે દેશની બીજી સૌથી મોટી બેન્ક બનશે. બીએસઈ પર બુધવારે બેન્ક ઓફ બરોડાના શેરમાં 3.16 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
શેરની કિંમત 119.40 રૂપિયા રહી હતી. જયારે વિજયા બેન્ક અને દેના બેન્કના શેરનો ભાવ અનુક્રમે 51.50 રૂપિયા અને 17.95 રૂપિયા રહ્યો હતો. બંને શેર ફ્લેટ બંધ થયા હતા.