વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાંચીમાં દેશના ૧૦ કરોડ પરીવારના ૪૦ કરોડ લોકો માટે જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાનું જે લોચીંગ કરવામાં આવ્યું તેનુ ભવ્ય ડેમોટ્રેશન ખંભાલીયામાં યોજાયું હતું. જે અંતર્ગત હેલ્થ વિભાગ દ્વારા છત્રીસ હજાર કાર્ડ કાઢવાની પ્રસશનીય કામગીરી કરવામાં આવી હતી.
આ યોજનાનું ડેમોટ્રેશન દ્વારા તથા જાહેર માહીતી માટે દ્વારકા જીલ્લાના આરોગ્ય તથા પરિવાર કલ્યાણ કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેઘજીભાઇ કણઝારીયા મયુરભાઇ ગઢવી, પાલભાઇ આંબલીયા ઉ૫સ્થિત રહ્યા હતા.
આ યોજાનનો રૂ પ લાખ સુધીની સારવાર દરેક હોસ્પિટલમમાં મફત આપવામાં આવશે વીસ રાજયમાં ૧૭૦૦ જેટલી હોસ્પિટલમાં આ યોજનાનો લાભ મેળવી શકાશે યોજના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ પરિવારો માટે નિર્માણ કરવામાં આવી છે એક પરિવારના પાંચથી વધુ સભ્યો આ ભગીરથ યોજનાનો લાભ મેળવી શકશે.