વોર્ડ નં.૧૬માં ટીપી સ્કીમ નં.૬ના ટીપી રોડ પર ચબુતરાનું દબાણ હટાવતા જીવદયા પ્રેમીઓમાં રોષ
રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે ગેરકાયદેસર પાર્કિંગ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૪૦ સ્થળોએ ખડકાયેલા દબાણોનું ડિમોલીશન કરી નાખવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વોર્ડ નં.૧૬માં ટીપી સ્કીમ નં.૬માં ટીપીના રોડ પર ખડકી દેવામાં આવેલા ચબુતરાનું દબાણ પણ હટાવી દેવામાં આવ્યું હતું.
આજે શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં ડિલકસ પાન, દ્વારકાધીશ ઓટો, શીતલ આઈસ્ક્રીમ, શ્રીજી સેલ્સ એજન્સી, ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, એકવા ફેસ સુપરમાર્કેટ, બાલાજી ડેવલોપર, પ્રણામ હેર આર્ટ, વૃંદાવન પાર્લર એન્ડ આઈસ્ક્રીમ, શુભ રેસ્ટોરન્ટ, હરિદર્શન આર્કેડ, બાલાજી સોડા એન્ડ આઈસ્ક્રીમ, શ્રીહરી ટાવર, પ્રાપ્તી મોબાઈલ, શ્યામ પાવર લોન્ડ્રી, ગોહેલ હેર આર્ટ, ક્રિષ્ના કોલ્ડ્રીંકસ, માટેલ ટી સ્ટોલ, શિવકૃપા ટાયર, રાજ મેડિકલ સ્ટોલ, ભગીરથ કોલ્ડ્રીંકસ, ગાયત્રી ફરસાણ સહિત કુલ ૪૦ સ્થળોએ માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા ઓટા, છાપરા, પતરાનું દબાણ દુર કરી દેવામાં આવ્યું હતું.