71.7 ટકા લોકોના મતે વધુ પડતી રિલ્સ માનસિક બીમારીને નોતરી શકે છે: સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા 1150 યુવાનો પર સર્વે હાથ ધરાયો
આપણામાંથી મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. જેમાં લોકો એકબીજાની સાથે હોવા છતાં એકબીજાથી દુર છે જે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. લોકોને લાગે છે કે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો તેમની સાથે જોડાયેલા છે, જ્યારે હકીકતમાં તેઓ એકલા છે. ઘણા મનોવૈજ્ઞાનિકોએ આ દૃષ્ટિકોણ સ્વીકાર્યો છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોને સ્યુડો એટલે કે નકલી ખુશી મળે છે, પરંતુ કેટલીક જગ્યાએ લોકોમાં એકલતાની લાગણી વધી રહી છે. આપણે જ્યારે સામેથી કોઈને મળીએ, તેને ઘરે બોલાવીએ કે કોઈ કાર્યક્રમમાં મળીએ ત્યારે આપણે આંખોમાં આંખ પરોવીને વાત કરીએ છીએ. શારીરિક ભાષાનો ઉપયોગ કરો.
આનાથી આપણને સામે બેઠેલી વ્યક્તિની લાગણીઓ જાણવાની તક મળે છે અને તે આપણા મનની સ્થિતિ પણ જાણે છે. પણ આજની યુવા પેઢીને ઘણા લોકો વચ્ચે ફેમસ થવું છે અને તેનું માધ્યમ છે સોશિયલ મીડિયા અને ખાસ તેમાં મુકાતી પોસ્ટ. રીલ્સ અને પોતાના વિડીયો બનાવવાની ઘેલછા એ આજની પેઢીને સામાજિક રીતે દુર કરી દીધા હોય તેવું અનુભવાય છે. તેના વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની *વરુ જીજ્ઞા અને ડો.ધારા આર. દોશી એ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ* ના માર્ગદર્શનમાં 1150 યુવાનોના રીલ્સ અને પોતાના જ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ઘેલછા વિશેના મંતવ્યો લેવામાં આવ્યા હતા.
તમારી જાતને સાંભળો અને સંભાળ લો
કોઈપણ અતિશયોક્તિ હમેશા નીસેધક અસરો સર્જે છે. ટીનેજર અને યુવાનોએ જમાના સાથે પ્રગતી કરવી જોઈએ જેમાં કોઈ શંકા નથી પણ એ પ્રગતી માત્ર રીલ્સ અને વિડીયોથી નહી મળે. હા જાહેરાતના એક માધ્યમ તરીકે એનો ઉપયોગ કરવામાં કી તકલીફ નથી પણ એ જાહેરાત પોતાના શરીર કે લાગણીઓની ન હોવી જોઈએ.