રાજકોટ ઓલ ઈન્ડીયા બેંક એમ્પલોયઝ એસો. અને બેંક એમ્પલોયઝ ફેડ્રેસન ઓફ ઈન્ડીયાના આદેશ પ્રમાણે જાહેર તથાખાનગી ક્ષેત્રની બેંકનાં કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા ૧૦ બેકોને મર્જ કરવાનાં સરકારના આદેશથી વિરોધમાં આ કર્મચારીઓ દ્વારા બંધ પાળી આંદોલન કર્યું હતુ રાજકોટના પરાબજાર ખાતે આવેલી બેંક કર્મચારીઓ ભેગા મળળી સુત્રોચ્ચાર કરી બેંક હડતાલને સમર્થન આપવામાં આવ્યું હતુ જેનાથી સૌરાષ્ટ્રમાં પાંચ હજાર કરોડનો બેંક વ્યવહારને અસર થશે.
ઓલ ઈન્ડીયા બેંક એમ્પ્લોયઝ એસો. અને બેંક એમ્પલોયઝ ફેડરેશન ઓફ ઈન્ડીયાના આદેશ મુજબ આજે સૌરાષ્ટ્રના ૫૦૦૦ બેંક કર્મચારીઓ આંદોલનમાં જોડાવાના છે. જાહેર તથા ખાનગી ક્ષેત્રનાં બેંકનાં કર્મચારીઓ જોડાયા છે.
મહત્વનું છે કે આગામી માર્ચ સુધીમાં બેંક ઓફ બરોડા, વિજયાબેંક, દેના બેંકની ૫૩૦ શાખા બંધ થવાના અંદાજ છે. જેને લઈ યુવાનોને રોજગાર છીનવાશે તેવો ભય સતાવી રહ્યો છે. અને હાલ જે કર્મચારીઓ છે અને સ્વૈચ્છીક નિવૃત્તિ આપવામા આવશે અગર છટણી પણ થઈ શકે છે.