બેંકકર્મીઓ બે ટકા પગાર વધારાના વિરોધમાં આગ બબુલા થયા છે, અને અજો સાંજે યુકો બેંક પાસે દેખાવો કરશે તેમ જાણવા મળે છે. આ રાજ્યવ્યાપી વિરોધ પછી મે ના અંગે હડતાલની ચિમકી અપાઈ છે.
બેંક કર્મચારી સંગઠનોએ ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) દ્વારા બેંકકર્મીઓના પગારમાં બે ટકા વધારો કરવાની ઓફરને ફગાવી દીધા પછી સંસ્થાએ તેમની માંગણીઓને લઈને મે મહિનાના અંતમાં હડતાલ પર ઉતરવા માટેની ચેતવણી આપી છે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ) ના એઆઈબીઓસીના જનરલ સેક્રેટરી ડીટી ફ્રેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઈબીએની પ્રારંભિક ઓફર માત્ર બે ટકા વધારાની હતી, જે સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી હતી.
યુએફબીયુએ ૯ કર્મચારી અને અધિકારી સંગઠનોના સંયોજન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ અંગે ફોરમએ નિર્ણય લીધો છે કે, મે ના અંતે દેશના લગભગ ૧૦ લાખ બેંક કર્મચારીઓ બે દિવસ સુધી હડતાલ કરશે.
જામનગરમાં આજે નવ યુનિયનના શહેર-જિલ્લાના બેંકકર્મીઓ સજુબા ગર્લ્સ સ્કૂલ પાસે આવેલી યુકો બેંક નજીક સાં પ.૧પ થી ૬.૧પ સુધી વિરોધ પ્રદર્શન કરશે. શહેરના પ૦૦ અને જિલ્લાના ચારેક હજાર બેંકકર્મીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,