એસ.કે.પી. એકસ-પો-૨૦૧૯
૪ થી ૬ ફ્રેબ્રુ. સુધી ચાલનાર આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ સેન્સર વાળી વ્હીલચેર, મોપેડ, ભારતની ભવ્યતાની ઝાંખી કરાવતા સ્મારકો આકર્ષણનું કેન્દ્ર બનશે
બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોમાં રહેલી સુષુપ્ત શકિત બાર આવે તેવા ઉમદા હેતુથી એસ.કે.પી. સ્કુલમાં ત્રણ દિવસીય ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના અદભૂત મોડેલ્સ ગણિત વિષયની વિવિધ રમતો તેમજ કોયડાઓ, અંતરિક્ષ અને બ્રહ્માંડના રહસ્યો, ભારતની ભવ્યતાથી ઝાંખી કરાવતા સ્મારકો, સિયાચીન સરહદની ડોકયુમેન્ટરી, ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મંદિરો, વૈજ્ઞાનિક અભિગમ જનરલ નોલેજ, પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ સહિતના વિષયોને આવરી લેવાયા છે.
આ ત્રિદિવસીય ભવ્ય પ્રદર્શન ૪ થી ૬ ફેબ્રુ. સવારે ૮ થી ૧૨ અને બપોરે ૨ થી ૬ દરમિયાન એસ.કે.પી. સ્કુલ ૧૫૦ ફૂટ રીંગરોડ, ઓમનગર બીઆરટીએસ સર્કલથી ૪૦ ફૂટ રોડ ઉપર આવેલી સ્કુલના સંકુલ ખાતે રાખવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમને લઈ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
જ્ઞાન, વિજ્ઞાન અને ગમ્મત સાથે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરીક શકિતઓ ખીલવવા માટે શહેરનું સૌથી ભવ્ય પ્રદર્શન બની રહેશે તેવું કહેતા એસકેપી સ્કુલના પ્રિન્સીપાલ રમેશભાઈ પાંભરે કહ્યું કે અમારી સ્કુલના ધો.૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ગણીતના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગણિત અને વિજ્ઞાન એ એવા વિષયો છે જેમાં બાળકોની ઓછી રૂચી હોય છે.ક કારણ કે પહેલેથીજ આવિષયો બાળકોને બોરીંગ અને લેંન્ધી લાગે છે. અમારી સ્કુલના બાળકો દ્વારા વિવિધ ઉપયોગી અને જrરી ઉપકરણો તૈયાર કરવામાં આવ્યા છે.
જેમાં એક સેન્સરવાની વ્હીલચેર તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાડા બરબચડા વાળા રોડ હોય તો સેન્સર દ્વારા તરત જ ખ્યાલ આવી જાય છે. અને સાવચેત થઈ જવાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા મોપેડ પણ જાતે જ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી તેમની અંદર રહેલી સુષુપ્ત શકિતઓ જાગૃત થઈ છે. અને વધુ સારી દિશામાં કામગીરી કરી રહ્યા છે. મહત્વનું છે કે સંસ્થા દ્વારા દર વર્ષે એન્યુઅલ ફંકશન તો થાય જ છે. પરંતુ આ પ્રકારનાં એકસોનું આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું છે. અને આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના તમામ લોકો સહભાગી થયા છે.
આ એકસપોમાં બાળકોને મનગમતા ડીઝનીલેન્ડ, હોરર હાઉસ, રોબોટીકસ, લિટલ સર્કસ, નેટ શો, મેઝીક શો, ફેશન શો. ફૂડઝોન સ્માર્ટ સિટી, બેટી બચાઓ, કલીનેપેથોન અને કરાટે શો જેવા વિવિધ વિષયોને આવી લેવાયા છે.ન સાથે ગમ્મતના આ લોકમેળામાં વિદ્યાર્થીઓની કૃતિઓને પ્રોત્સાહિત કરવા એસ.કે.પી. સ્કુલ દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.