શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટયોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
રાજકોટના મ્યુનીસીપલ કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે સપ્તમપીઠ મદનમોહનજી પુષ્ટિમાર્ગીય હવેલી ટ્રસ્ટ વ્રજધામ ગ્રુપ દ્વારા પુષ્ટિપ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૨માં પ્રાગટય ઉત્સવ ઉપક્રમે વલ્લભાખ્યાન કથાનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ.પૂ. ગો.૧૦૮ અનિ‚ધ્ધરાયજી મહોદયની અધ્યક્ષતામાં વલ્લભાખ્યાન કથાના બીજા સત્રનું સંગીતમય શૈલીમાં અનિ‚ધ્ધરાય મહોદયના વહુ દિપશીખાજી દ્વારા વલ્લભાખ્યાનનું ભાવપૂર્ણ અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવ્યું હતુ. આ તકે મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા. અને કથાનો લાભ લીધો હતો. આ તકે શ્રી મદનમોહન પ્રભુ ટ્રસ્ટ હવેલીના ટ્રસ્ટી અને વ્રજધામ ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દાવડાએ જણાવ્યું હતુ કે અમારો આ સપ્તમપીઠ લક્ષ્મીવાડી હવેલી દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાપ્રભુજીના ઉત્સવમાં ધામધૂમથી ઉત્સવ ઉજવાય છે. અને આવા જાહેર વૈષ્ણવને જાહેર કથાનું આયોજન કરે છે. એ પ્રમાણે આ વખતે પણ શ્રી વલ્લભાખ્યાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
એમના મુખ્ય મનોરથથી અનિલભાઈ વસાણી જે આ કથાના મુખ્ય મનોરથી છે. અને અમે આ પાંચ દિવસના આયોજનમાં સારો એવો લાભ વૈષ્ણવોને લેવડાવીએ છીએ. અંદાજે પાંચ દિવસમાં ૪ થી ૫ હજાર વૈષ્ણવો કથાનો લાભ લેશે.