માર્ચ મહિનામાં 865 કરોડ ડિજિટલ નાણાકીય વ્યવહારો થયા: ગત માર્ચ મહિનાની સરખામણીમાં 60%નો વધારો
સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માંગી રહ્યું છે ત્યારે આ કાર્યમાં સરકાર દ્વારા જે નોટ બંધી લગાવવામાં આવી તે ખરા અર્થમાં રંગ લાવી છે. સરકાર ના કેસ નાણાકીય વ્યવહારોના બદલે ડિજિટલ વ્યવહારને વધુ પ્રાધાન્ય આપી રહ્યું છે અને જેના ભાગરૂપે હાલ સમગ્ર ભારતમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સરકાર દ્વારા જે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ બનાવવામાં આવી છે તે અત્યંત અસર કરતા અને લાભદાય નીવડી છે ત્યારે હાલના છેલ્લા પાંચ માસની આંકડાકીય માહિતી મેળવવીએ તો ઓનલાઇન પેમેન્ટ 14 લાખ કરોડને પાર પહોંચી ગઈ છે. માર્ચ મહિનામાં 865 કરોડના વ્યવહારો થયા હતા એટલું જ નહીં માર્ચ 2023માં જે વ્યવહારો થયા તે ફેબ્રુઆરી 2023 ની સરખામણીએ 13% વધુ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
સૌથી મોટી ચોકાવનારી વાત તો એ છે કે માર્ચ 2022 માં જે ડિજિટલ વ્યવહારો થયા હતા તે આ વર્ષે માર્ચ મહિનામાં 60 ટકા વધુ નોંધાયા છે અને જે વ્યવહારો થયા તેની વેલ્યુ 45 ટકા વધુ છે. એનપીસીઆઇ દ્વારા જે આંકડો બહાર પાડવામાં આવ્યો છે તેમાં આઈ એમ પી એસ અંતર્ગત 5.5 લાખ કરોડના નાણાકીય વ્યવહારો થયા છે સામે ફાસ્ટેગમાં 5000 કરોડથી વધુના ડિજિટલ પેમેન્ટ થયા હોવાનું પણ સામે આવ્યું છે. સરકારનું માનવું છે કે લોકો વધુને વધુ ડિજિટલ પેમેન્ટ ને આવકારે અને કેશલેસ ઇકોનોમી બનવા તરફનું પ્રયાણ હાથ ધરે.
સામે લોકો જે ડિજિટલ પેમેન્ટને અપનાવી રહ્યા છે તેમાં હવે લોકોને દિન પ્રતિદિન ભરોસો પણ એટલા જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને તેના ભાગરૂપે હાલ લોકો વધુને વધુ કેસલેસ વ્યવહારો તરફ આગળ વધ્યા છે. સરકારની આ સિદ્ધિ અને લોકોમાં જાગૃતતા આવવાનું સૌથી મોટું કારણ નોટ બંધી છે જે ખરા અર્થમાં ડિજિટલ વ્યવહારોને તીવ્ર બનાવવા માટે રંગ લાવી છે.