સુપ્રીમમાં કેસનો જમીન માલીક તરફેણમાં ચુકાદો આવતા કોર્ટમાંથી આદેશ જારી થયા

મવડી સર્વે નંબરમાં આવતા ખાનગી પ્લોટ ઉપર દબાણ થતાં કોર્ટમાં કેસ પહોચ્યો હતો. આ દબાણ કરેલો વિસ્તાર ગૌતમનગર તરીકે ઓળખાય છે. આ જગ્યાના માલિક બચુ ભુરા પટેલે કેસ નોંધાવ્યો હતો. છેલ્લા લાંબા સમયથી આ કેસ ચાલી રહ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ જમીન માલીક તરીકે ચૂકાદો આપતા જમીન ખાલી કરવાનો હુકમ છુટયો હતો. આ મામલાનું વોરંટ સીવીલ જજ એચ.એસ. પટેલે જારી કર્યુ હતું. અને બજવણી બેલીક સંજય કડવાતરે કરી હતી. આદેશ મળતાની સાથે જ ૩ એકટ અને ર૮ ગુંઠા જમીન ઉપર બનેલા રપ થી ૩૦ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.ડિમોલીશનની કામગીરી દરમિયાન પ૦ જેટલા રહેવાસીઓએ વિરોધ શરુ કરતા તમામની અટકાયત કરીને હેડ કવાટર લઇ જવામાં આવ્યા હતા. જયાં અક મહીલાની તબીયત લથડતા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી આ જગ્યા મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેનો અંતે ઉકેલ આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.